સુરત જિલ્લાના માંડવીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

0
25

ધોધમાર વરસાદ વચ્ચે આદિવાસી સમાજ જવણીમાં ભાગીદાર બન્યો
સુરત, તા. ૧૦
સુરત જિલ્લાના માંડવી ખાતે આદિવાસીઅોની ગૌરવવંતી અસ્મિતાને જાગર કરતા વિશ્વ આદિવાસી દિવસની ભવ્યાતીભવ્ય જવણી કરવામાં આવી હતી. રાજયના પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીની બાવળીયાની ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહમાં વિવિધ આદિવાસી સંસ્કૃતિના નૃત્યોના તાલે આદિવાસી સમાજ અસ્સલ પહેરવેશ સાથે ઝૂમી ઠયો હતો. પરંપરાગત આદિવાસી નૃત્યો અને સંસ્કૃતિનું જતન માટે રાજય સરકાર પણ કટીબધ્ધ હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આદિવાસીઓના મહિસા વીરસા મુંડાને નમન કરી, દેવી-દેવતાઓની પુજા-અર્ચના કરી, વિશાળ આદિવાસી સમાજને વિશ્વ આદિવાસી દિવસની શુભકામના પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ માટે આજે આનંદનો અવસર છે. જેમાં રાજય સરકાર પણ ભાગીદાર બની છે. આદિવાસીઓ તેમના હકકો અને અધિકારો પ્રત્યે જાગૃતતા કેળવે એ રાજય સરકારનો અભિગમ રહેલો છે. આદિવાસી સમાજને મળતા યોજનાકીય લાભોથી વંચિત ન રહે તે માટે રાજય સરકાર દ્વારા અનેક પગલાંઓ લેવામાં આવી રહયા છે. રાજયની પુર્વપટ્ટીના આદિવાસી સમાજને રાજયની વિકાસયાત્રામાં જાતરવામાં આવ્યા છે. વિશ્વ આદિવાસી દિવસ જવણી અવસરે ચૌધરી, ગામીત, વસાવા સમાજના નૃત્ય-કલા કૌશલ્ય અને ઘૈરેયા નૃત્યને લોકોએ મનભરીને માણ્યું હતું.
પાણી પુરવઠા મંત્રીશ્રીએ આદિવાસી સમાજ સામાજિક, શૈક્ષણિક રીતે પ્રગતિ કરે તે માટે રાજય સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાંઓની જાણકારી આપી હતી.
વિશ્વ આદિવાસી દિવસ જવણી અવસરે હાથશાળ અને હસ્તકલા નિગમના ચેરમેન શંકરભાઇ દલવાડી, માજી ચેરમેન કુંવરજીભાઇ હળપતિએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
મંત્રીશ્રીના હસ્તે તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આદિવાસી સમાજના અગ્રણી મહેશભાઇ વસાવા, સહિતના આગેવાનો, વિશાળ સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY