દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, કીમ નદી ગાંડીતુર બનતા ૨૦ ગામો અલર્ટ

0
16

સુરત,તા.૧૦
સુરતમાં મેધરાજા મનમૂકીને વરસ્યા છે. સુરતના ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં ભારે વરસાદ બાદ કીમ નદી તોફાની બનતાં તંત્ર દ્વારા માંગરોળ અને ઓલપાડ તાલુકાના ૨૦ જેટલા ગામોને પણ અલર્ટ કર્યા છે. તો ગ્દડ્ઢઇહ્લ અને જીડ્ઢઇહ્લની પણ એક એક ટીમ તૈનાત કરવામાં આવી છે. ખાસ કરીને નદી કાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને અલર્ટ કરવામાં આવ્યા છે. કીમ નદી ગાંડીતૂર બનતા નદી કાંઠાના વિસ્તારમાં રહેતા લોકોમાં પણ ભારે ચિંતા જોવા મળી રહી છે.
આ ઉપરાંત ભારે વરસાદના કારણે તાપી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે સુરત પાસે આવેલો કોઝ-વે ભયજનક સપાટીએ ઓવરફ્લો થઈ ડૂબી ગયો છે. તો સુરતમાં તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. સાથે જ અધિકારીઓને તાકિદે હાજર રહેવા પણ સૂચન અપાયું છે.
આ તરફ તાપી જિલ્લા અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ બાદ તાપી નદી પરના ઉકાઈ ડેમમાં પાણીની ભારે આવક થઈ છે. તો હથનૂર ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી ઉખાઈ ડેમમાં ૫ લાખ ૯ હજાર ૭૩૩ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તો બીજી તરફ ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં ૧ લાખ ૭૭ હજાર ૮૮૬ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે.
ભરૂચમાં ભારે વરસાદ થતા લોકોને ભારે તકલીફ પડી રહી છે. મોડીરાતથી ધોધમાર વરસાદ પડતાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. તો રસ્તા પર પાણી ભરાયા લોકોને અવર-જવર કરવામાં ભારે તકલીફ ઉભી થઇ છે. તો ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને પણ ભારે નુકસાન થયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY