રૂલ લેવલ જાળવી રાખવા ડેમમાંથી ૧.૯૩ લાખ ક્યુસેક છોડાતુ : પાણી
સુરત, તા. ૧૨
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં થયેલ ભારે વરસાદ બાદ ઉકાઈ ડેમમાં બે દિવસ અગાઉ ભારે આવક થતાં સપાટીમાં સડસડાટ વધારો નોધાયો હતો. પરંતુ છેલ્લા ર૪ કલાકથી ઉપરવાસમાં વરસાદનો વિરામ રહેતા ઉકાઈમાં આવક ઘટી છે. ૩૩૫ ફૂટનું રૂલ લેવલ જાળવવા માટે ૧.૯૩ લાખ ક્યુસેકï પાણીનો ડિસ્ચાર્જ યથાવત છે.
સુરત સિંચાઈ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબï ગત ર૪ કલાક દરમિયાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદનો વિરામ યથાવત રહ્ના છે. હથનુર ડેમની સપાટી ૨૦૯.૫૪૦ મીટર નોîધાઈ છે અને તાપી નદીમાં ડિસ્ચાર્જ ઘટાડીને માત્ર ૩૨,૭૫૪ ક્યુસેક કરવામાં આવ્યો છે. ઉકાઈ ડેમમાં આવક અોછી થતાં ડેમની સપાટી સોમવારે બપોરે ૧ર કલાકે ૩૩૬.૮૪ ફૂટ નોધાઈ છે. ઉકાઈમાં ૧.૨૯ લાખ ક્યુસેકની આવક થઈ રહી છે. જે ગત સાંજે ૧.૯૪ લાખ ક્યુસેક હતી. ઉકાઈમાંથી ૧.૯૩ લાખ ક્યુસેકનો ડિસ્ચાજર્ યથાવત રાખીને ૩૩૫ ફૂટનું રૂલ લેવલ જાળવવાનો પ્રયાસ થઈ રહ્ના છે.
ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ અને આજનું રૂલ લેવલï ૩૩૫ ફૂટ છે.ï જેની સામે સપાટી રૂલ લેવલï કરતાં ૧.૮૪ ફૂટ વધુ હોવાથી ઉકાઈમાંથી ડિસ્ચાર્જ યથાવત રાખીને રૂલ લેવલ મેઈનટેન કરવામાં આવશે ત્યારબાદï ક્રમશઃ ઉકાઈનો ડિસ્ચાર્જ ઘટાડવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




