ગુજરાત રાજ્ય હોમગાર્ડઝના કમાન્ડન્ટ જનરલ બીટ સાહેબની ભલામણથી ડૉ પ્રફુલ શિરોયાને ૭૩ માં સ્વતંત્ર દિવસ નિમિતે રાષ્ટ્રપતિ ગેલેનટરી મેડલની જાહેરાત કરવામાં આવી.
ડૉ.પ્રફુલ શિરોયા કે જેઓ એ ૧૯૯૨ માં સુરત શહેરમાં હોમગાર્ડઝ માનદ સેવાથી શરૂઆત કરી ૧૯૯૬ માં નાગપુર ખાતે
કેજ્યુંલીટી કોર્સમાં એક મહિનાની ટ્રેનીંગ લીધા બાદ સ્ટાફ ઓફિસર મેડીકલ તરીકે પ્લાટુન કમાન્ડર રેન્ક ધારણ કરી જવાબદારી સ્વીકારી તેમજ ૧૯૯૪ માં સુરત શહેર હોમગાર્ડઝ વરાછા યુનિટના ઓફિસર કમાન્ડીંગ તરીકેની જવાબદારી સંભાળી. ત્યાર બાદ જીલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાના કેમ્પોમાં ટ્રેનિંગ લીધા બાદ કંપની કમાન્ડર ની રેન્ક ટેસ્ટમાં ઉતીર્ણ થયા બાદ રેન્ક ધારણ કરી સતત હોમગાર્ડઝ દળની સારી પ્રવૃત્તિ જેવી કે રક્તદાન,પ્લેગ સમયમાં પણ હજારો સંખ્યામાં ફૂડ પેકેટ તેમજ હેલ્થ કેમ્પનું આયોજન કરી અનેક દર્દીઓને ફીમાં દવાઓનું વિતરણ કરેલ ૨૦૦૬ માં આવેલ પુરની પરિસ્થિતિમાં રેડક્રોસના માધ્યમથી હોડી દ્વારા કતારગામ તેમજ વેડરોડ વિસ્તારમાં ખાદ્ય સામગ્રી અને દવાઓનું વિતરણ કરેલ ખરેખરા અર્થમાં માનદ સેવાની સુવાસ ફેલાવેલ. જેઓને હોમગાર્ડઝમાં વીશિષ્ટ કામગીરી બદલ વિવિધ મેડલ મળેલ છે.
» વર્ષ ૧૯૯૭માં ગુજરાત રાજ્યના સ્વતંત્ર થયે ૫૦માં સ્વર્ણજયંતિ મેડલ
» વર્ષ :૨૦૦૩માં ડિસ્ક અને સર્ટીફીકેટ ઓફ ડીરેક્ટર જનરલ સિવિલ ડીફેન્સ (04.84.0. ગવર્મેનટ ઓફ ઇન્ડિયા ન્યુ દિલ્હી
» વર્ષ : ૨૦૦૫માં હોમગાર્ડઝમાં વીશિષ્ટ કામગીરી સબબ મહામય ગેલેનટરી ગવર્નર મેડલ
# વર્ષ: ૨૦૧૧માં હોમગાર્ડઝમાં વિશિષ્ટ કામગીરી બદલ મુખ્ય મંત્રી મેડલ
જેઓ ૨૦૧૨ થી સુરત જીલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ તરીકેની જવાબદારી નિભાવી આજ દિન સુધી પોલીસ અને આમ
જનતાની વચ્ચેની કડીના ભાગ રૂપે જોડાય સતત ચુંટણી, તહેવારોના બંદોબસ માં સક્રિય રીતે પોતાનું યોગદાન આપેલ
આ ઉપરાંત હોમગાર્ડઝમાં વીશિષ્ટ કામગીરી સાથે સાથે લોકદ્રષ્ટિ ચક્ષુબેંકમાં ૧૯૯૬ થી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે તેમને સ્વર્ગસ્થના શરીરમાંથી ફુલ ૩૫૮૩૮ ચક્ષુદાન સ્વીકારી અનેક વ્યકિતઓ ને દ્રષ્ટિવાન બનાવ્યા છે.
સુરતમાં કાર્યરત એવી રેડક્રોસ બ્લડબેંકના પ્રમુખ છે જેઓ એ ૧૬૫ વખત સ્વૈચ્છિક રક્તદાન કરી રક્તદાન ક્ષેત્રે અમુલ્ય
સહકાર આપેલ. હોમગાર્ડઝ સાથે રહીને તેમને ૫૦૦થી વધારે રક્તદાન કેમ્પ કરેલ છે.આ ઉપરાંત તેઓ સમદ્રષ્ટિ ક્ષમતા વિકાસ અનુસંધાન મંડળ (સક્ષમ), camba (કોર્નીયલ અંધત્વ મુક્ત અભિયાન) પ્રોજેક્ટમાં પશ્ચિમ ભારત વિભાગના ગુજરાત, મહારાષ્ટ્ર,મધ્ય પ્રદેશ,રાજસ્થાન કેન્દ્ર શાશિત પ્રદેશના કાર્યવાહક કન્વીનર તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




Congratulations … keep it up .. good social job.
Thanks for Dr Prafulbhai