કારખાના માલિક સામે ગુનો દાખલ કરાયો
સુરત, તા.૧૭
આગની ઘટનાવાળા એમ્બ્રોઈડરી કારખાનામાં ફાયર સેફટીના સાધનો નહીં રાખી આ ઘટનામાં કારીગરનું મૃત્યુ થયું હોય, ઉધના પોલીસે કારખાના માલિક વિરૂધ્ધ ઈપીકો કલમ ૩૦૪ (અ) મુજબ ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી છે.
ઉધના પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગઈકાલે ઉધના હરિઈચ્છા સોસાયટીમાં આવેલ એમ્બ્રોઈડરી કારખાનામાં આગ લાગતા કારીગર સુરજ જનાર્દન ગુપ્તા (ઉ.વ. ૨૮)નું મૃત્યુ થયું હતું. કારખાના માલિક પરસોત્તમ બવજાભાઈ માલવિયાએ ફાયર સેફટીના પુરતી સાધનો નહીં રાખી કોઈ બારી કે એકિઝટ નહીં રાખી બેદરકારી દાખવી હતી.
ઉધના પોલીસે કારખાના માલિક સામે ગુનો દાખલ કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




