સુરત,તા.૨૦
બિહાર, ઝારખંડ, કેરળ, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિત આશરે દેશનો અડધો ભાગ ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયો છે. એક તરફ જ્યા માનવીનું જીવન અસ્તવ્યસ્ત થયું છે ત્યારે આવનાર તહેવારોની સીઝનને પણ માઠી અસર પડી છે જેને કારણે સુરતના કપડાં માર્કેટ પર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે. સુરતના કપડા બજાર સાથે સંકળાયેલા વેપારીઓને પણ અલગ-અલગ રાજ્યોમાં પૂરની અસર દેખાઈ રહી છે.
હાલ ટેક્સટાઈલ ઉદ્યોગમાં મંદીનો માહોલ છે વેપારીઓને આશા હતી કે, આવનાર તહેવારોની સિઝનમાં તેઓ વેપાર કરી આ મંદીમાંથી બહાર આવશે પરંતુ ભારે પૂરની પરીસ્થિતિના કારણે અન્ય રાજ્યોમાં સમયસર કાપડ પહોંચી શક્યુ નહીં. જેના કારણે આશરે ૩૦૦ કરોડના વ્યાપાર પર સીધી અસર થઈ છે. સિઝનમાં ૩૦૦ ટ્રકો ભરીને રોજ કાપડ અન્ય રાજ્યોમાં પહોંચાડતી હતી આજે માંડ ૧૦૦ ટ્રકો પણ જઈ રહી નથી.
ગણેશ ઉત્સવ અને ૧૧મી સપ્ટેમ્બરના રોજ ઓનમના પર્વને લઇ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને ખૂબ જ આશા હતી. પરંતુ આ રાજ્યોમાં પૂરની સ્થિતિના કારણે વેપાર ઠપ્પ થઈ ગયો છે, અત્યાર સુધી માત્ર ૨૫ ટકા કાપડ આ રાજ્યોમાં પહોંચાડી શકાયું છે. જે કપડાની ડિલિવરી થઈ સુરતથી નીકળ્યું છે એ પણ પૂરની પરિસ્થિતિ ને કારણે રસ્તામાં અટવાઈ ગયુ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


