ડોલવણમાં દોઢ અને સુરત શહેરમાં સવા ઈંચ વરસાદ
સુરત, તા.૨૮
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ છવાયું છે. દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં ૧.૬ ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગેની આગાહીના પગલે છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૧.૬ વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં નોંધાયો છે. જ્યારે સુરત, ગણદેવી, જલાલપોર, વાંસદામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતના ૩૧ તાલુકામાં ૧ મિમિથી લઇને ૧.૬ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ૮ તાલુકમાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. હળવા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
તાપી જિલ્લામાં નીઝર-૧૬, ઉચ્છલ- ૧, વાલોડ- ૨,,વ્યારા- ૭, ડોલવણ- ૪૨, કુકરમુંડા- ૮ મીમી વરસાદ નોîધાયો છે અને સુરત જિલ્લામાં બારડોલી- ૪, ચોર્યાસી- ૨૦, કામરેજ-૨, મહુવા- ૬, માંડવી- ૩, અોલપાડ- ૧૯, પલસાણા- ૮, સુરત સિટી- ૩૧ અને ઉમરપાડા- ૮ મીમી વરસાદ પડ્યો છે.
જ્યારે નવસારી જિલ્લામાં નવસારી- ૨૧, જલાલપોર- ૨૭, ગણદેવી- ૩૫, ચીખલી- ૧૪, વાંસદા- ૨૪, ખેરગામ- ૯ વરસાદ પડ્યો છે તથા વલસાડ જિલ્લામાં ઉમરગામ- ૧૨, કપરાડા- ૭, ધરમપુર- ૭, પારડી- ૮, વલસાડ- ૧૧, વાપી- ૨૨ મીમી વરસાદ નોધાયો છે અને ડાંગ જિલ્લામાં આહવા- ૩, સુબીર- ૩, વઘઇ- ૨૦, સાપુતારા- ૩ મીમી વરસાદ પડ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


