ગણેશજીની માટીની મૂર્તિઓના પ્રમાણમાં નોંધપાત્ર વધારો
સુરત, તા. ૦૧
સુરત શહેરમાં દર વર્ષે પરંપરાગત રીતે શ્રી ગણેશજીની પ્રતિમાનું વિધિવત સ્થાપન કરી ખૂબ શ્રધ્ધા અને ભકિતભાવ પૂર્વક ગણેશજીની પૂજા-અર્ચના કરી આ વિધ્નહર્તાની પ્રતિમાનઓનું તાપી નદી, તળાવ, સમુદ્ર જેવા જળાશયોમાં વિસર્જન કરવામાં આવે છે. સુરત મહાનગર પાલિકા દ્વારા ગત વર્ષે યોજાયેલ ઈકો ફ્રેન્ડલી શ્રી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન અને વિસર્જન અભિયાનમાં શહેરના સોસાયટી તથા મંડળો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. જે અંતર્ગત ચાલુ વર્ષે પણ તા. ૨-૯-૧૯ થી તા. ૧૩-૯-૧૯ સુધી યોજાનાર ગણેશોત્સવમાં સુરત મહાનગર પાલિકાના પર્યાવરણ સંરક્ષણ અને જનજાગૃતિ અભિયાન સ્વચ્છ સુરત પ્રસન્ન ગણેશ સૂત્રને સાર્થક કરવા ઈકો ફ્રેન્ડલી શ્રી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન અને વિસર્જન કરવાના ભગીરથ કાર્યમાં શહેરની સોસાયટીઓ તથા મંડળોને ફક્ત માટીની પ્રતિમાઓનું સ્થળ પર વિસર્જન કરવા સોસાયટીઓ, તથા મંડળોને અપીલ કરવામાં આવે છે. સુરતના જે કોઈ ગણેશ ઉત્સવ આયોજકો પોતાના ઘર આંગણે ગણેશજીની માટીની પ્રતિમાનું વિસર્જન કરીને વિશિષ્ટ સહયોગ આપશે તેઓને સુરત મહાનગર પાલિકા દ્વારા પ્રશંસાપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે.
ઈકો ફ્રેન્ડલી શ્રી ગણેશજી વિસર્જન અભિયાનમાં જોડાવવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા નિયત કરવામાં આવે ફોર્મ જે તે ઝોનના નાગરિક સુવિધા કેન્દ્ર અથવા સાંસ્કૃતિક, વિભાગ, સુરત મહાનગર પાલિકા મુખ્ય કચેરી, ગ્રાઉન્ડ ફલોર, રૂમ નં. ૨૬, ગોરધનદાસ ચોખાવાલા માર્ગ, સુરત ખાતેથી મેળવી ભરેલી અરજી ફોર્મ, વિસર્જનના કલર ફોટાગ્રાફ સહિત તા. ૩૦-૯-૧૯ સુધીમાં પરત કરવાના રહેશે. આ ઉપરાંત સુરત મહાનગર પાલિકાની વેબ સાઈટ પરથી અરજી ફોર્મ તા. ૦૩-૯-૧૯થી ડાઉનલોડ કરી મેળવી શકાશે.
૦૦૦
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


