પિતા-પુત્ર દ્વારા વેપારી સાથે રૂ. ૭૨.૮૨ લાકની છેતરપિંડી

0
14

પ્રતિક ક્રિએશનના પિતા-પુત્રનું લાખો રૂપિયામાં ઉઠમણું
સુરત, તા. ૦૭
રિંગરોડ ટ્રેડ સેન્ટરમાં પ્રતિક ક્રિએશનના નામે વેપાર કરતાં પિતા-પુત્રે કાપડ બજારમાં લાખ્ખોરૂ.નું કરી નાંખી ઉઠમણું કર્યુ હતું.
ઉધના પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઘોડદોડ રોડ રત્નજ્યોતિ એપા.માં રહેતા કમલેશ દેવીલાલ કોઠારીએ આરોપી બિપીનકુમાર ઘનશ્યામભાઈ કોઠારી, પ્રતિક બિપીનકુમાર (પ્રતિક ક્રિએશન, ટ્રેડ સેન્ટર, રિંગરોડ) વિરૂધ્ધ ફરિયાદ નોધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી પિતા-પુત્રે ફરિયાદીનો વિશ્વાસ કેળવી રૂ. ૭૨,૮૨,૯૩૮ની કિંમતનો સાડી ડ્રેસ મટિરિયલ્સનો માલ ખરીદી પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. ઉધના પોલીસે ફરિયાદ નોધી પો.ઈ. એલ.જી. ખરાદીએ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY