ઉકાઈ ભયજનક લેવલ ૩૪૫ ફૂટ સુધી ભરી દેવા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરી દેવાયું

0
17

ઉકાઈ ડેમમાં ૧.૧૦ લાખ ક્યુસેક પાણીની આવક સામે હાઈડ્રો યુનિટમાટે માત્ર રર હજાર ક્યુસેક છોડાતું પાણી
સુરત
દક્ષિણ ગુજરાત અને ઉકાઈના ઉપરવાસમાં આવેલ મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રી ખાતે ગત ર૪ કલાક દરમિયાન નહીવત વરસાદ નોધાયો છે. આજે સવારથી ઉકાઈમાં ૧.૧૦ લાખ ક્યુસેકની આવક છતાં પણ ડેમમાંથી માત્ર રર હજાર ક્યુસેક પાણીનો ડિસ્ચાર્જ થઈ રહ્ના છે.
સુરત સિંચાઈ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મૂજબ ગત ર૪ કલાક દરમિયાન ઉકાઈના ઉપરવાસમાં નહીવત વરસાદ નોધાયો છે. ઉકાઈ ડેમની ભયજનક પાટી ૩૪૫ ફૂટની સામે આજથી ડેમનું રૂલ લેવલ ૩૪૫ ફૂટ ભયજનક સપાટી સુધી રાખવાનો નિર્ણય ડેમ ઓથોરિટી દ્વારા લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદની શક્યતા ઓછી છે. આજે સવારથી જ ઉકાઈ ડેમમાંથી ડિસ્ચાર્જ બંધ કરીને માત્ર વિજળી ઉત્પાદન માટે ર૧ હજાર અને કેનાલ માટે ૧૨૦૦ ક્યુસેક પાણી છોડાઈ રહ્નાં છે. ઉકાઈ ડેમને આજનીï તારીખે ભયજનક સપાટી ૩૪૫ ફૂટ સુધી ભરી શકાય તે પ્રમાણે રૂલ લેવલ નક્કી થતાં ડેમમાં સતત એકથી સવા લાખ ક્યુસેકની આવક થઈ રહી હોવા છતાં ડેમમાંથી ડિસ્ચાર્જ બંધ કરીને ડેમને પૂર્ણ ક્ષમતા સુધી ભરવામાં આવશે. જા ઉપરવાસમાં ભારે વરસાદ થાય તો જ ઉકાઈમાંથી હવે પાણી છોડાશે અથવા ડેમને ભયજનક સપાટી ૩૪૫ ફૂટ સુધી ભરી લેવામાં આવશે ચોમાસુ પૂર્ણ થવા ગણતરીના ૧૪ દિવસ બાકી છે અને ડેમ ૪ ફૂટ જેટલો ખાલી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY