સુરત,તા.૨૨
સુરતમાં લાંચ લેતાં વધુ એક સરકારી અધિકારીને છઝ્રમ્એ ઝડપી પાડયો છે. ધંધો શરૂ કરવા માટે ચાર વર્ષ અગાઉ વેચાણવેરા ભવન ખાતે ફોર્મ ભરી ટીન નંબર મેળવી ડિપોઝિટ પેટે જમા કરાવેલા રૂ.૪૫ હજાર પરત મેળવવા અરજી કરનાર યુવાનને ડિપોઝીટની રકમ પરત આપવા માટે વેચાણવેરાના અધિકારી એ રૂ.૨૫૦૦ ની લાંચ માંગી હતી. જોકે, યુવકની ફરિયાદના આદારે છઝ્રમ્ ટ્રેપકરી આ અધિકારીને ઝડપી પડયો હતો.
ફરિયાદી યુવાને ચાર વર્ષ અગાઉ તેના મિત્ર સાથે કુડલી ઇમ્પેક્ષ કંપનીના નામે ધંધો શરૂ કરવા વેચાણવેરા ભવન ખાતે ફૉર્મ ભરી ટીન નંબર મેળવ્યો હતો, પરંતુ યુવાને કોઈ કારણોસકર ધંધો શરૂ કર્યો ન હતો અને ડિપોઝીટ પેટે રૂ.૪૫ હજાર ભર્યા હતા તે પરત મેળવવા અરજી કરી હતી. અરજીની કાર્યવાહી કરી ડિપોઝીટની રકમ પરત કરવા માટે નાનપુરા વેચાણવેરા ભવન સ્થિત ગૂડ્સ એન્ડ સર્વિસ ટૅક્સ ઘટક-૧૦ ના જૂનિયર ક્લાર્ક મુકેશકુમાર રમણલાલ પંડયાએ યુવાન પાસેથી રૂ. ૨૫૦૦ની લાંચની માગણી કરી હતી.
લાંચ આપવા નહીં માંગતા યુવાને આ અંગે છઝ્રમ્ના ટૉલ ફ્રી નંબર પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. યુવાનની ફરિયાદના આધારે સુરત છઝ્રમ્એ ગતરોજ છટકું ગોઠવી મુકેશકુમાર પંડયાને કતારગામ વેડ રોડ નાની બહુચરાજી મંદિરની સામે ગાયત્રી ફૅશન ઍન્ડ બૅલ્ટ નામની દૂકાનની પાસેથી જાહેર રોડ ઉપર લાંચની રકમ રૂ.૨૫૦૦ સ્વીકારતાં રંગેહાથ ઝડપી લીધો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



