સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂ કરાયેલી માંગણી
સુરત
ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત આવાસોને ખાલી કરાવતા પહેલા સ્થાનિક રહીશોને વૈકલ્પિક જગ્યાની માંગણી સાથે એક આવેદનપત્ર સુરત જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું હતું. જાકે, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા એલઆઈજી આવાસોને પીપીપીના ધોરણે રીડેવલપમેન્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું હા.બોર્ડના સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું.
કલેક્ટરને સુપરત કરવામાં આવેલા એક આવેદનપત્રમાં જણાવ્યું હતુ કે, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ફાળવેલ ૫૧૨ એલઆઈજી, ૧૯૨-એલઆઈજી, ૨૪૦-એલઆઈજી, ૧૫૦-અર્બન ૪૩૨ એલઆઈજીના મકાનોના રહીશો છીએ. આ મકાનો ખૂબ જ ટુંક સમયમાં જર્જરીત જેવી હાલત થઈ ગયેલી જે બાબતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પીપીપીના ધોરણે રી ડેવલપમેન્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈની જાનહાનિ ન થાય તે બાબતે ઉતાવળ કરે છે તે વ્યાજબી છે. આથી સુરત મહાનગરપાલિકા દ્વારા જર્જરીત મકાનોની પડી જવાથી ભયંકર જાનહાનિ થવાની બીક હોવાથી દરેક ટાવરોમાં નોટીસો લગાવી ગયા છે અને જણાવે છે કે આ મકાનોમાં વસવાટ કરવો નહીં. સુરત મહાનગરપાલિકાએ યુદ્ધના ધોરણે ખાલી કરાવવા માંગે છે તો ગુજરાત સરકારના સહયોગથી અમોને તાત્કાલિક ધોરણે વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા કરાવડાવી આપશો. જેથી કરીને તેઓને રોડ ઉપર રહેવાનો વારો ન આવે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


