શિક્ષણ થકી જ કોઈ સમાજ અને રાષ્ટ્રનો વિકાસ શક્ય બને છે : મંત્રી ઈશ્વરભાઈ પરમાર

0
5

સુરત
બારડોલી તાલુકા માહ્નાવંશી સમાજ ­ગતિ મંડળ દ્વારા બાબેન ગામ ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ સામાજિક ન્યાય અને અધિકારીતામંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ ­દર્શન તેમજ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને સન્માન પત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
આ ­સંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણથકી જ કોઇ સમાજ અને રાષ્ટ્રનો વિકાસ શકય બને છે. સમાજના દરેક યુવક-યુવતિઓ શિક્ષણ મેળવીને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તેવો અનુરોધ તેમણે કર્યો હતો. તેમણે જણાવ્યું કે, બારડોલી તાલુકા માહ્નાવંશી સમાજ વિદ્યાર્થીઓને હંમેશા ­પ્રોત્સાહિત કરતું આવ્યું છે અને આગામી દિવસોમાં પણ વધુને વધુ વિદ્યાર્થીઓ સમાજ દ્વારા થતી શૈક્ષણિક અને અન્ય ­વૃત્તિમાં જાડાય તે માટેની હિમાયત કરી હતી.
આ ­સંગે નવસારી ખાતે રહેતા માહ્નાવંશી સમાજના મોટીવેશનલ સ્પીકર સતિશ પટેલે ઉપસ્થિતિ વિદ્યાર્થીઓને ­પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં એક ગોલ નક્કી કરી તે જ દિશામાં આગળ વધવા માટે ­પ્રેરિત કર્યા હતા. તેમણે કહ્નાં કે જીવનમાં આગળ વધવા માટે એક ધ્યેય હોવો જરૂરી છે અને એ ધ્યેયને વળગી રહી આગળ વધશો તો જીવનમાં જરૂર સફળતા ­પ્રાપ્ત થશે.
આ ­સંગે ૪૦ જેટલા વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ સિદ્ધિ ­પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના વડીલ અને કારોબારી સભ્ય રણછોડભાઇ રાઠોડ દ્વારા ધોરણ ૧૦, ૧૨, બી.એ., એમ.એ. અને બી.એડમાં ઉત્કૃષ્ટ ­દર્શન કરનાર વિદ્યાર્થીઓને રોકડ ઇનામ આપી નવાજવામાં આવ્યા હતા.
આ ­સંગે સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન અને સમાજના કારોબારી સભ્ય કિશોર માહ્નાવંશી(પાનવાળા) સહિતના, હોદ્દેદારો, કારોબારી સભ્યો અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત ­વચન ઉપ­મુખ રામુભાઇ સુરતીએ કર્યું હતું. જ્યારે અંતે આભાર વિધિ મંત્રી વનમાળીભાઇ પરમારે આટોપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિશોરભાઇ પરમારે કર્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY