ખટોદરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી
સુરત
ખટોદરા રાયકા સર્કલથી ઉધના તરફ જતા રસ્તા પર થર્મોકોલ બોક્ષમાં ૪ થી પ દિવસનું તાજુ જન્મેલા બાળકને મૂકી બોક્ષ ત્યાં મૂકી દઈ અજાણ્યો વ્યકિત ફરાર થઈ ગયા હોવાનો બનાવ પોલીસ મથકમાં નોધાયો હતો. પોલીસે આઈપીસી-૩૧૮ મુજબનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર, ખટોદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ મહેશ પટેલને પોલીસ કંટ્રોલ રૂમ તરફથી સૂચના આપવામાં આવતા એએસઆઈ મહેશભાઈ ખટોદરા રાયકા સર્કલથી ઉધના તરફ જતાં રસ્તા પર પહોચી ગયા હતાં. જ્યાં તેમણે ૪ થી પ દિવસનું તાજા જન્મેલા બાળકનું ભરેલું થર્મોકોલ બોક્ષ કબજે કર્યુ હતું. પોલીસે મૃત હાલતમાં મળી આવેલા બાળકનો કબજા લીધો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


