સુરત,તા.૨૪
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ધીમે ધીમે બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત મહિલાઓ કરવા માટે પસંદગીના ગણાતા ચૌટા બજારમાં પણ ભીડ જોવા મળી રહી છે. આ ભીડનો લાભ લઇ સક્રિય થયેલા પીકપોકેટરો ખરીદી કરવામાં મશગુલ લોકોના ખિસ્સા હલકા કરી રહ્યા છે.
દરમિયાન અડાજણ આનંદમહેલ રોડ પ્રાઇમ આર્કેડ નજીકની ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતી વિધવા વૃદ્ધા દમયંતીબેન ચંદ્રકાંત મેઘા (ઉ. વ.૬૭) બેંકમાંથી ઉપાડેલા રોકડા રૂા. ૩૦૦૦૦ અને વધારેના રૂા. ૧૫૦૦૦ મળી કુલ રૂા. ૪૫૦૦૦ લઈ ચૌટા બજારમાં ખરીદી કરવા ગયા હતા ત્યારે એસ. કે. મસાલા દુકાન સામે ખરીદીમાં મશગુલ હતા.
તે દરમ્યાન પીક પોકેટરોએ વૃદ્ધાની થેલી બ્લેડ વડે કાપી તેમાંથી રોકડા રૂા. ૪૫૦૦૦ની મત્તા તફડાવી લીધી હતી. ઘટના અંગે દમયંતીબેને અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નેંધાવતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



