સુરત,તા.૧૪
વલસાડ રેલવે પોલીસે સચિન રેલવે સ્ટેશનેથી સુરત તરફ જતી વિરાર શટલ ટ્રેનમાં જનરલ કોચમાં ચઢતા ઉતરતા યાત્રીઓની ભીડનો લાભ લઈને મહિલા યાત્રીની સોનાની ચેઈન ખેંચી ભાગવાનો પ્રયાસ કરતા સચીન રેલવે સ્ટેશન ઉપર ફરજ બજાવતા પોલીસ જવાનોએ ઝડપી પાડયો હતો. આરોપી વિષ્ણુદેવ શેરબહાદુર સિંગની ધડપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બીલીમોરા રેલવે સ્ટેશન ઉપર સુરત તરફ જતી મેમુ ટ્રેનમાં જનરલ કોચમાં ચઢતા ઉતરતા યાત્રીઓની ભીડનો લાભ લઈને એક યાત્રીનું મીની પર્સ ચોરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
બીલીમોરા રેલવે સ્ટેશન ઉપર પેટ્રોલિંગ કરતા પોલીસ જવાનોએ ૨ આરોપીઓને ઝડપી પાડયા હતા. આરોપીઓ પાસેથી મીની પર્સ અને પર્સમાં મુકેલા રૂ. ૨૦ હજાર રોકડા સાથે આરોપીઓને ઝડપી પાડયા હતા. આરોપી જ્ઞાનેશ્વર નાના સકટ રહે. નવાગામ સુરત અને ગૌતમ ભારતભાઈ ડેદે ની ધડપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




