અમીત ભાટીયા નામના આઈડી ધારકે મહિલાને ધમકી આપતા મામલો પોલીસમાં
સુરત
વેસુની એક સ્કૂલની શિક્ષિકા અને તેણીની મોટી બહેનના બિભત્સ ફોટોગ્રાફ વાયરલ કરવાની ધમકી આપી બિભત્સ વીડિયો બનાવી ડીવીડી ઘરે મોકલી ગુનાહિત કૃત્ય કરનાર અમિત ભાટીયા નામના ફેસબુક આઈડી ધરાવનારા વિરૂદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાઈ હતી.
સાયબર ક્રાઈમ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વેસુની એક સ્કૂલની શિક્ષિકાએ આરોપી અમિત ભાટીયા નામના ફેસબુક આઈડી ધારક સામે આપેલી ફરિયાદ મુજબ ફરિયાદી શિક્ષિકાએ પોતાના બિભત્સ ફોટો મિત્ર બ્રિજેશ કુમારને મોકલ્યા હતા. સોશ્યિલ મીડિયાના માધ્યમથી આરોપી અમિત ભાટીયા સાથે ફરિયાદી અને મોટી બહેનની મિત્રતા થયા બાદ આરોપીએ ફરિયાદીને ફોન કરી બ્રિજેશકુમાર સાથે સંબંધ નહીં રાખવા જણાવી ફરિયાદી અને તેણીની મોટી બહેનના બિભત્સ ફોટોગ્રાફ વાયરલ કરવાની ધમકી આપી ફેસબુક મેસેન્જર મારફતે બિભત્સ વીડિયો મોકલાવી વીડિયો સ્કૂલમાં વાયરલ કરવાની ધમકી આપી હતી. તેમજ ડીવીડી બનાવી ઘરે મોકલી હતી. સાયબર ક્રાઈમ પોલીસે શિક્ષિકાની ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



