સુરત ના મહુવા નજીક વિધવા દીકરી ને પરિવારે રાખવાનો ઇન્કાર કરતા અભયમ બારડોલી ટિમેં સુખદ અંત આણ્યો
પતિ ને માનસિક બીમારી લાગુ પડી જેથી તેમણે બીમારી થી કંટાળી આત્મહત્યા કરી હતી,યુવાન દીકરી વિધવા થતા અને સાસરી મા અન્ય કોઈ ન હોવાથી પિતા ઘરે લઈ આવ્યા હતા.
રાજપીપળા : સુરત જિલ્લા ના મહુવા નજીક ના એક ગામ મા યુવાન દીકરી વિધવા થતા તેના પિતા સાસરી માંથી તેમના ઘરે લઈ આવતા, દીકરી ની માતા તથા ભાઈઓ એ તેને ઘર માંથી બહાર કાઢી મુકી અને સામાન પણ બહાર ફેંકી દેતા વિધવા દીકરી મંજુ (નામ બદલ્યુ છે) એ 181અભયમ મહિલા હેલ્પલાઇન ની મદદ માંગતા બારડોલી ટિમ તાત્કાલિક ત્યાં પહોંચી પરિવાર ને સમજાવી ઘરમા સાથે રાખવા સંમત કર્યા હતા.
મંજુબેને આપેલ માહિતી મુજબ તેના લગ્ન સામાજિક રીતે રિવાજ મુજબ થયા હતા, લગ્ન ને થોડો સમય થયો અને તેમના પતિ ને કોઈ માનસિક બીમારી લાગુ પડી જેથી તેમણે બીમારી થી કંટાળી આત્મહત્યા કરી હતી.યુવાન દીકરી વિધવા થતા અને સાસરી મા અન્ય કોઈ ન હોવાથી તેમના પિતા પોતાના ઘરે લઈ આવ્યા હતા તેથી મંજુબેન ના માતા અને ભાઈઓ એ તેનો વિરોધ કરી તેને ઘર માંથી બહાર કાઢી તેનો સમાન પણ બહાર ફેંકી દીધો હતો,મંજુ બેન અને તેમના પિતા એ પરિવાર ને સમજાવવા પ્રયત્ન કર્યો પરંતુ તેઓ મંજુબેન ને ઘર મા રાખવા તૈયાર ન હતા આખરે અભયમ મહિલા હેલ્પલાઇન નો સંપર્ક કરી મદદ માંગતા અભયમ ટીમે પરિવાર સાથે ચર્ચા કરતા જાણવા મળ્યું કે તેના પતિ ના મૃત્યુ પાછળ તે જવાબદાર છે, તે અપશુકનિયાળ છે તેથી એ વિધવા બની ઉપરાંત તેમને ડર હતો કે પરિવાર ની સંયુક્ત મિલ્કત મા તેને હિસ્સો આપશે. તેથી અભયમ ટીમે કાઉન્સેલિંગ કરી સમજાવ્યા કે તેમના પતિ નું મૃત્યુ થયું તે દુઃખદ ઘટના છે તેના માટે મંજુ ને આશ્વાસન આપવાને બદલે તેના પર આક્ષેપ કરો તે વ્યાજબી નથી અચાનક આવી પડેલ દુઃખ મા પરિવારે તેની સાથે રહી તેને આશ્રય આપવો તે તમારી ફરજ છે આ ઉપરાંત તેઓ ને કાયદાકીય સમજ પણ આપી કે પિતાની મિલ્કત મા દીકરા જેટલોજ દીકરી નો હક્ક છે.આમ કાઉન્સેલિંગ બાદ તે મંજુબેન ને સાથે રાખવા સંમત થયા હતા અને એ પણ વિકલ્પ બતાવ્યો હતો કે હજુ મંજુબેન યુવાન છે થોડા સમય પછી તેની ઇચ્છા નુસાર કોઈ યોગ્ય પાત્ર જોઈ પુનઃ લગ્ન પણ કરાવી શકાય. આમ પરિવારે ને યોગ્ય માર્ગદર્શન આપતાં તેમણે મંજુબેન ને સાથે રાખવા સંમતિ આપતા સુખદ અંત આવ્યો હતો.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



