એનએસયુઆઈએ સુરત શહેરમાં ત્રણ કોલેજા બંધ કરાવી દીધી

0
5

બિન સચિવાલય પરિક્ષા રદ કરવાની માંગણી
સુરત

બિનસચિવાલય પરીક્ષા રદ કરવાની માંગ સાથે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા કોલેજ બંધનું એલાન આપવામાં આવ્યું છે. સ્કૂલ કોલેજમાં શૈક્ષણિક કાર્ય ચાલુ હોવાથી એનએસયુઆઈના કાર્યકરો દ્વારા વહેલી સવારથી કોલેજ બંધ કરાવવા નીકળી પડ્યા હતા.
કોંગ્રેસ દ્વારા આજે ગુજરાતમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને પગલે એનએસયુઆઈ દ્વારા કોલેજો બંધ કરાવવામાં આવી હતી. શહેરમાં સુમુલ ડેરી રોડ પર આવેલી એસવી પટેલ, નવયુગ, બરફીવાળા કોલેજ બંધ કરાવવામાં એનએસયુઆઈને સફળતા મળી હતી. સાથે જ એનએસયુઆઈ કાર્યકરો દ્વારા ભટાર સ્થિત ઉત્તર ગુજરાત કોલેજ બંધ કરાવવા માટે ચાલુ કલાસમાં ઘુસી જઈને વિદ્યાર્થીઓને એનએસયુઆઈના કાર્યકરો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY