જુગારધામ પર એસઓજીનાં દરોડા, સંચાલક સહિત ૧૨ ઝડપાયા

0
3

સુરત,તા.૧૧
સુરત શહેરમાં ભેસ્તાન યાહયા નગરના એક ઘરમાં ચાલતા જુગારધામ ઉપર એસઓજીએ દરોડો પાડી મારી સંચાલક સહિત ૧૨ને ઝડપી લઇ રોકડા રૂ.૭૨,૭૧૦ અને ૧૦ મોબાઈલ ફોન મળી કુલ રૂ.૧.૨૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ એસઓજી અને પીસીબીએ ગત મોડી સાંજે ભેસ્તાન જીઆવ રોડ સુમન શક્તિ આવાસની બાજુમાં યાહયા નગરના ઘર નં. ૧૪માં દરોડો પાડયો હતો. માર્યો હતો. એસઓજી અને પીસીબીએ ત્યાં જુગાર રમતા ૧૧ યુવાનોને ઝડપી પાડી સ્થળ ઉપરથી રોકડા રૂ.૭૨,૭૧૦ અને રૂ.૪૯,૫૦૦ની કિંમતના ૧૦ મોબાઈલ ફોન મળી કુલ રૂ.૧.૨૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મકાન ભાડે રાખી જુગારધામ ચલાવતા ફારૂક રઝાક મન્સૂરી (ઉ.વ.૩૫) (રહે. ઘર નં.૧૦૧, હયાત નગર , સુમન શક્તિ આવાસની સામે, પાંડેસરા, સુરત)ની પણ ધરપકડ કરી આ અંગે પાંડેસરા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ફારૂક પોલીસથી બચવા છેલ્લા કેટલાક સમયથી જુદાજુદા સ્થળે મકાન ભાડે રાખી જુગારધામ ચલાવતો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY