સુરત
પોલિસ અધિક્ષક કચેરી, સુરત ગ્રામ્ય પોલિસના જણાવ્યાં અનુસાર તા.૧૧/૧૧/૨૦૧૯ ના રોજ ઘર ન ૧૦૬, સોહમ કોમ્પલેક્ષ, શાસ્ત્રી રોડ, બારડોલી ખાતે રહેતા ૩૮ વર્ષીય મનોજભાઈ ટીનુમલ્લ હિરવાણી ગુમ થયા છે. તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉંવર્ણ અને ઉંચાઈ ૫.૩ ફૂટ છે. તેમણે કોફી રંગનો લાંબી બાયનો શર્ટ તથા કથ્થઈ રંગનું જીન્સ પેન્ટ પહેરેલ છે. જે કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા બારડોલી પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


