સુરત
સલાબતપુરા શાસ્ત્રીનગર સહારા કોમ્પ્લેક્ષ પાનના ગલ્લા પાસે ચાઈનીઝ લારીવાળા પર ચાકુ વડે હુમલો કરી બે આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનો બનાવ પોલીસ મથકમાં નોધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માનદરવાજા રેલ રાહત કોલોની ગલી નં.૩માં રોહિત ગીલાતર રહે છે. ગતરોજ રાત્રિના સુમારે તેઓ શાસ્ત્રીનગર સહારા કોમ્પ્લેક્ષ પાસે ઉભા હતા. ત્યારે ઉમેશ મરાઠી તથા રાહુલ માનસિંગ નામના આરોપીઅોએ તેમની પાસે રૂ.૨ હજારની માંગણી કરતા રોહિતે ઉછીના નાણાં આપવાની ઘસીને ના પાડતા ઉશ્કેરાઈ જઈ બે આરોપીઓએ ચાકુ વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


