હવાની દિશા બદલાતા ત્રણ ડીગ્રી તાપમાન વધી ગયું

0
23

સુરતમાં ૨૨.૪ ડીગ્રી તાપમાન નોધાતા ઠંડી ગાયબ
સુરત
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગત સાંજથી જ પવનની દિશા બદલાતા તાપમાન ઘટવાના બદલે વધતા આજે ઠંડીમાં નજીવો ઘટાડો નોધાયો છે. આગામી એક-બે દિવસમાં ફરી ઉત્તર દિશાથી ઠંડો પવન ફુંકાવાની સાથે શીત લહેરની અસર વર્તાશે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે અધિકતમ તાપમાન ૩૨.૪ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૨.૪ ડીગ્રી નોધાયું છે. ગતરોજ ન્યુનતમ તાપમાન ૧૯.૫ ડીગ્રી નોધાયું હતું. આજે ૩ ડિગ્રી ન્યુનતમ તાપમાન વધતા ઠંડીની અસર વર્તાઈ ન હતી.
વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનતમ તાપમાન ૨૦ ડીગ્રી નોધાયું છે. જે ગતરોજ ૧૮ ડીગ્રી નોધાયું હતું.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનતમ તાપમાન ૧૭ ડીગ્રી નોધાયું છે. જે ગતરોજ ૧૬ ડીગ્રી નોધાયું હતું.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગતરોજની સરખામણીએ આજે ૩ ડીગ્રી સુધી ન્યુનતમ તાપમાનમાં વધારો નોધાયો છે. પવનની દિશા ઉત્તર તરફથી બદલાઈને દક્ષિણ તરફની થતા ઠંડીમાં રાહત મળી રહી છે. આગામી બે દિવસ બાદ ફરી પવનની દિશા ઉત્તર દિશાથી થશે અને ઠંડીનો ચમકારો વધશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY