ટ્રકે બાઇકને ટક્કર મારતા પાલિકાના ઇનેજર અને પુત્રીનું મોત,પત્નીની હાલત ગંભીર

0
11

સુરત,તા.૨૪
વલસાડ જિલ્લાના ધરમપુર નગરપાલિકામાં હાઇડ્રોલીક ઈજનેર તરીકે ફરજ બજાવતા વાંકલના જગદીશભાઈ વણકર અને તેમની ૧૭ વર્ષીય પુત્રીનું ટ્રકે ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં ઘટના સ્થળે કરૂણ મોત થયું હતું. જ્યારે તેમની ઇજાગ્રસ્ત પત્નીને વલસાડ રીફર કરાઈ હતી. આ અકસ્માતને પગલે શહેરમાં શોકની લાગણી ફેલાઇ છે.
ધરમપુર પાલિકાના ઈજનેર જગદીશભાઈ વણકર પત્ની ૪૬ વર્ષીય રેશમાબેન અને ૧૭ વર્ષીય પુત્રી પ્રિયંકાબેન સાથે બાઈક જીજે-૧૫-ડીએફ-૯૭૨૭ ઉપર વાંકલથી ધરમપુર આવવા નીકળ્યા હતા. દરમિયાન ધરમપુરથી વલસાડ જતા માર્ગ પર ધરમપુરના રામવાડી વિસ્તારમાં હોટલ સામે બાલાજી વેફર્સની ટ્રક એમએચ-૪૬-એફ-૨૦૨૫ના ચાલકે બાઈકને અડફેટે લેતા જગદીશભાઈ અને તેમની પુત્રી પ્રિયંકાનું ઘટના સ્થળે કરૂણ મોત થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત પત્ની રેશમાબેનને ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાઈ હતી. ઘટનાની જાણ થતા આવી પહોંચેલા પરિવારજનો દ્વારા પાલિકા એમ્બ્યુલન્સમાં બંને મૃતદેહોને ધરમપુરની સ્ટેટ હોસ્પિટલના પીએમ રૂમમાં લઇ જવાયા હતા. જગદીશભાઈની પત્નીને સ્ટેટ હોસ્પિટલમાં સારવાર આપી વધુ સારવાર માટે વલસાડ રીફર કરાઈ હતી. આ ઘટનાની થયેલી જાણને લઈ મૃતકના પરિવારજનો અને શહેરીજનો હોસ્પિટલ ખાતે ધસી આવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY