લગ્ન નહીં કરનાર યુવતીને એફબી પર બદનામ કરનાર યુવકની ધરપકડ

0
2

સુરત,તા.૨૯
પાલિકામાં કોન્ટ્રાકટમાં નોકરી કરતી અને ડિંડોલીમાં રહેતી ૨૪ વર્ષીય પરિણીતાના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવીને તેમાં અશ્લીલ ફોટા અને લખાણો કરનાર યુવકને પોલીસે ઝડપી પડયો હતો. પ્રેમ સંબંધ બાદ લગ્ન નહી કરનાર યુવતીને બદનામ કરવા આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
સુરત પાલિકામાં કોન્ટ્રાકટમાં નોકરી કરતી અને ડિંડોલીમાં રહેતી ૨૪ વર્ષીય પરિણીતાના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવીને તેમાં અશ્લીલ ફોટા અને લખાણો કરીને તેને બદનામ કરવાનો કારસો રચ્યો હતો. આ અંગે યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે મુંબઈ થાણે જીબી રોડ પર પટલી પાડા ખાતે રહેતા ૩૦ વર્ષીય વિજય ગૌતમ રાયજી સાતદિવેની ધરપકડ કરી હતી.
પકડાયેલા યુવકની પોલીસે પૂછપરછ કરતા તેણે પોલીસ સામે કબૂલાત કરી હતી કે, આ યુવતી સાથે તેને ભૂતકાળમાં પ્રેમ સંબંધ હતો અને લગ્ન પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, મહિલા દ્વારા તેનો લગ્નનો પ્રસ્તાવ નહીં સ્વિકારી અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા હતા. જેને લઈને વિજય યુવતીથી નારાજ હતો અને બદલો લેવા માટે તેને બદનામ કરવા માટે ફેસબુક પર તેના નામનું બોગસ એકાઉન્ટ બનાવી તેમાં યુવતીના અશ્લીલ ફોટો અપલોડ કરી બિભત્સ કોમેન્ટ કરી હતી. આરોપી વિજય સાતદિવે મુંબઈમાં પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ પર્સન તરીકે નોકરી કરે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY