સુરત,તા.૫
સુરતના પાંડેસરા વિસ્તારમાં વિધવા મહિલા અને પરિણીત પ્રેમી વચ્ચે જાહેરમાં ઝપાઝપી થઇ હતી. જેમાં પ્રેમિકા ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
સુરતના પાંડેસરા વિસ્તારના પીયૂષ પોઇન્ટ નજીક વિધવા મહિલાએ પરિણીત પ્રેમી સાથે જાહેરમાં ઝપાઝપી કરતા લોકો ભેગા થઇ ગયા હતા. પત્નીને છોડીને તેની સાથે રહેવાની જીદ પ્રેમીકાએ જીદ પકડી હતી. અને પરિણીત પ્રેમી સાથે ઝગડો શરૂ કરી દીધો હતો. અને ઝપાઝપી થતાં પ્રેમિકા ઇજાગ્રસ્ત થઇ ગઇ હતી. જેથી લોકોએ પોલીસને બોલાવી મહિલાને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ બાદ સુરત સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.
૬ મહિનાથી પ્રેમિકા સાથે રહેતા પરિણીત પ્રેમી અને રીક્ષાચાલક સંતોષે જણાવ્યું હતું કે, આજે સવારે એક કલાક મોડું થઈ જતા તે ઝગડો કરીને મને ગાળો આપતી હતી. જેથી હું ઘરેથી રીક્ષા લઇને નીકળી ગયો હતો. જોકે બીજી રિક્ષામાં પીછો કરીને પીયૂષ પોઇન્ટ નજીક ચાલુ રીક્ષામાંથી મને બહાર ખેંચીને કાઢી જાહેરમાં ઝગડો કર્યો હતો.
પરિણીત પ્રેમી સંતોષે જણાવ્યું હતું કે, ૧૨ વર્ષ પહેલાં આ મહિલા એક દીકરાને લઇને ગામથી ભાગીને સુરત આવી હતી, ત્યારે તેને રહેવા માટે એક રૂમ અપાવી હતી. તે એક યુવકના પ્રેમમાં પાગલ થયા બાદ તેની જોડે લગ્ન ગ્રંથીથી જોડાઇ ગઇ હતી. થોડા વર્ષ બાદ તે યુવકનું મોત નિપજતા તે નિરાધાર બની હતી, ત્યારબાદ એના કહેવા પર હું તમામ મદદ કરતો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



