પતંગ લૂંટવાની લ્હાયમાં ટ્રેન નીચે આવી જતાં બાળકના બંન્ને પગ કપાયા

0
18

સુરત,તા.૧૨
ઉધના રેલવે લાઈન પર ધોરણ-૬માં અભ્યાસ કરતા બાળકના પગ ગુડ્ઝ ટ્રેન નીચે આવી જતાં કપાઈ ગયાં હતાં. કપાયેલા પતંગ પકડવાની લ્હાયમાં રેલવે ટ્રેક પર ગયેલા ચાર બાળકોમાંથી એક ટ્રેનની અડફેટે આવી ગયા બાદ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ એક પગનું જોઈન્ટ ઓપરેશન કરવા તૈયારી દર્શાવી હતી.
લિંબાયત વિસ્તારમાં આવેલા રામનગરમાં રહેતા ઈમામ ઈસ્લામ શેખ (ઉ.વ.આ.૧૧) છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. ઈમામ બહેનના ઘરે સામાન મુકી મિત્રો સાથે કપાયેલા પતંગ પકડવા માટે ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો. ત્રણ બેન અને બે ભાઈઓમાં સૌથી નાના ઈમામ તેના ચારેક બાળ મિત્રો સાથે ઉધના રેલવે લાઈન પર પતંગ પકડવાની લ્હાયમાં આમ તેમ દોડતો હતો તે દરમિયાન ઈમામ ગુડ્ઝ ટ્રેનની અફડેફેટે આવી ગયો હતો. જેમાં ઈમામના પગ કપાઈ ગયાં હતાં. આ સમગ્ર ઘટનાને નજરો જોનારા તેના મિત્રોએ ઈમામ વિષે તેમના ઘરે જાણ કરતાં ભાગદોડ મચી ગઈ હતી. ઈમામને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઈમામના બનેવી હુસેન શમથ પઠાણએ જણાવ્યું હતું કે, ઈમામના પિતા સિક્યુરિટી ગાર્ડ તરીકે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ઈમામ નગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. પાંચ રૂપિયાની પતંગ પકડવાની લ્હાયમાં ઈમામએ બન્ને પગ ગુમાવવા પડયાં છે. એક પગનું જોઈન્ટ ઓપરેશન કરવા સિવિલના ડોક્ટરોએ તૈયારી દર્શાવી છે. જો કે હાલ પણ ઈમામની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY