સુરત,તા.૧૬
અંકલેશ્વરની આઈટીઆઈના વિદ્યાર્થીએ ગત ૧૩મીના રોજ ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ તેને અંકલેશ્વરની સાર્વજનિક હોસ્પિટલ બાદ ખાનગી અને ત્યારબાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. જેનું મોડી રાત્રે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પરિવારજનોએ જણાવ્યું હતું કે, યહ્યા અસલમ ખાન પઠાણ(ઉ.વ.૧૮) અંકલેશ્વરના મદરેશા ફળીયામાં પરિવાર સાથે રહેતો હતો અને અંકલેશ્વર આઈટીઆઈમાં અભ્યાય કરતો હતો. દરમિયાન ૧૩ જાન્યુઆરીના રોજ આઈટીઆઈ બહારથી ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેને અંકલેશ્વરની સાર્વજનિક હોસ્પિટલ બાદ ખાનગી અને ત્યારબાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. જેનું મોડી રાત્રે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારે વધુમાં જણાવ્યું હતું કે, કાર ડ્રાઈવર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરન ચલાવતા પિતા પાસે યહ્યાએ આપઘાત કર્યાના બે દિવસ પહેલા મોબાઈલ ફોનની માંગ કરી હતી. જોકે, પિતાએ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી અપાવીશ એમ કહેતા માઠું લાગી આવ્યું હોય અને આપઘાત કર્યો હોવાની શક્યતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


