સહકારી મંડળીમાંથી ૫ ચોર ઘી, ચોકલેટ, ડ્રાયફ્રૂટઝ મળી રૂ.૪૯,૬૪૯ની ચોરી ફરાર

0
167

સુરત,તા.૧૮
સુરતના અમરોલી સ્થિત અમરોલી વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના કર્મચારીઓ ગત ૧૬મીના રોજ મંડળીના દરવાજાનું મેઈન શટર બંધ કરી ગયા હતા પરંતુ સવારે તેઓ નોકરી ઉપર આવ્યા ત્યારે દરવાજાની બાજુમાં પાવડા, ત્રિકમના હાથાના લાકડા પડેલા હતા અને મેઈન શટર તૂટેલું હતું.
અંદર તપાસ કરતા સામાન વેરવિખેર હતો. વધુ તપાસ કરતા મંડળીમાંથી ઘી, ચોકલેટ, બ્લેડ, કોસ્મેટિક, ડ્રાયફ્રૂટ્સ, ડિઓ સ્પ્રે, કસ્ટર પાવડર અને લાકડા તેમજ લોખંડના કેશ કાઉન્ટરમાંથી રોકડા રૂ.૧૧૦૪ મળી કુલ રૂ.૪૯,૬૪૯ની મત્તાની ચોરી થયાની જાણ થઈ હતી.
આથી મંડળીના સત્તાધીશોને જાણ કરાઈ હતી. તેમણે આવી મંડળીના સીસીટીવી ફૂટેજ ચકાસતા રાત્રે ૨.૧૫ કલાકે પાંચ અજાણ્યા શટર તોડી અંદર પ્રવેશતા અને મળસ્કે પાંચ વાગે સામાન ચોરી બહાર નીકળતાં નજરે ચઢયા હતા. બનાવ અંગે અમરોલી પોલીસને જાણ કરતા પોલીસે કર્મચારી અશોકભાઈ પંડયાની ફરિયાદના આધારે પાંચ ચોર વિરૂદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY