ભાજપ પ્રદેશ પ્રમુખ વાઘાણીના નિવેદન સામે સુરત મહિલા કોંગ્રેસનો આક્રોશ

0
7

સુરત મહિલા કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું
સુરત, તા.૩૦
નારી સશક્તિકરણની વાતો કરતી ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સ્તનપાન વિશે કરેલી વાધાજનક નિવેદન અંગે સુરત શહેર મહિલા કોંગ્રેસે વિરોધ નોંધાવી કલેક્ટર ડૉ. ધવલ પટેલને આવેદનપત્ર સુપરત કર્યુ હતું.
કલેક્ટર ડૉ. ધવલ પટેલને અપાયેલા આવેદનપત્રમાં મહિલા કોંગ્રેસ પ્રમુખ છાયા ઠાકરે જણાવ્યું હતું કે, વિકૃત માનસિકતા ધરાવતા ગુજરાત ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણી અભદ્ર ભાષા અને વિકૃત વાતો કરવા માટેની પોતાની ઓળખને ફરીથી છુપાવી ના શક્યા. સ્તનપાનને લઈ ભાજપના પ્રમુખ જીતુ વાઘામીએ ભાન ભૂલીને અભદ્ર ભાષા અને અસંસ્કારિતા તથા પોતાના વિકૃત ચહેરાનું ગુજરાતની જનતાને દર્શન કરાવ્યું છે. ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીના પરિવારમાં માતા, પત્નીનું શું સન્માન હશે ? તેમની માતૃત્વ પર બીભત્સ ટિપ્પણીથી તેમની વિકૃત માનસિકતાની છબી ઉપસી ઉઠી છે. એમનામાં જરા પણ લાજ કે શરમ બાકી હોય તો તેમણે પક્ષપ્રમુખમાંથી રાજીનામું આપવું જોઈએ.
ભાજપ આર.એસ.એસ.ની વિચારધારાને અનુસરતું હોય તેવું પ્રતીત થાય છે. આર.એસ.એસ.માં પણ ક્યારેય મહિલાઓને સ્થાન મળ્યું નથી કે સન્માન પણ થયું નથી તે રીતે ભાજપના નેતાઓ પણ આર.એસ.એસ.ના આ અસંસ્કારને ચુસ્ત રીતે અનુસરીને વારંવાર મહિલાઓનું અપમાન કરે છે.
આથી અમે આપને નમ્ર નિવેદન કરીએ છીએ કે નારી માટે અભદ્ર વિકૃત ટિપ્પણી કરનાર ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણી પર કડક કાયદેસરની કાર્યવાહી કરી કડક પગલા લો તેવી માંગણી સુરત શહેર મહિલા કોંગ્રેસ કરે છે, તેમની વિકૃત માનસિકતા અને તેમની અભદ્ર ભાષાને અમો સખત શબ્દોમાં વખોડીએ છીએ તથા તેઓ જાહેરમાં માફી માંગે તેવી અમારી માંગણી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY