જામીન પર છૂટેલા લોકો પીએમ મોદી પર ખોટા આરોપ લગાવી રહ્યા છે
ઉના,તા.૨૮
હિમાચલ પ્રદેશના પ્રવાસ પર ગયેલા બીજેપી અધ્યક્ષ અમિત શાહે ઉનાની એક રેલીમાં પ્રિયંકા ગાંધીને રાજનીતિમાં ઉતરવાને લઇને પરિવારવાદના મુદ્દા પર કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.
તેમને એક રેલીમાં કહ્યું, જ્યારે કેન્દ્રમાં બીજેપી સરકારની રચના થઇ ત્યારે મોદીજીએ પોતાના વાયદાને પુરો કરતા એક વર્ષની અંદર વન રેંક વન પેંશન (ઓઆરઓપી)ની માંગને પુરી કરી. મોદીજીએ આપણા જવાનોને ઓઆરઓપી આપ્યું, જ્યારે કોંગ્રેસે તેના બદલે, ઓનલી રાહુલ ઓનલી પ્રિયંકા (ઓઆરઓપી)ને આપી છે.
તેની સાથે અમિત શાહે ટુકડે ટુકડે ગેંગ પર નિશાન સાંધ્યું હતું. તેમણે કહ્યું, રાહુલ ગાંધી જેએનયૂમાં દેશદ્રોહીના નારા લગાવનારની પીઠ થપથપાવે છે. રાહુલ બાબા અમારા નેતાઓને જેટલી ગાળો આપવી હોય તેટલી આપી દો, કાન ખોલીને સાંભળી લો, જા ભારત માતાના ટુકડા કરવાની વાત કરી તો સરકાર કોઇને નહીં છોડે, તેમનું સ્થાન જેલના સળિયાઓ પાછળ છે.
તેમણે નિશાન સાધતા કહ્યું કે, જે લોકો ૬૫૦ કરોડ રૂપિયાની ચોરીના મામલામાં જામીન પર ફરી રહ્યા છે, તે પીએમ મોદી પર ખોટા આરોપ લગાવી રહ્યા છે. કોંગ્રેસ સરકારની ૪ પેઢીઓએ દેશની ગરીબી મિટાવી શક્યા નથી, માત્ર ગરીબી હટાવવાના નારા લગાવ્યા. દેશને એક એવી સરકાર જોઇએ છે, જેનો એક લીડર હોય. દેશને એવી સરકાર નથી જાઇતી જેને ઘણા ડીલર ચલાવે.
અમિત શાહે મોદી સરકારની ઉપસબ્ધિઓ વિશે જણાવ્યું કે, મોદી સરકારની ‘આયુષ્યમાન ભારત’ યોજનાથી ૫૦ કરોડ લોકોને તેનો ફાયદો મળ્યો છે, મોદી સરકારે ૧૯ હજાર ગામોમાં વિજળી પહોંચાડવાનું કામ કર્યું છે.
તેમણે કહ્યું કે, ઉજ્જવલા યોજના હેઠળ હિમાચલને કેરોસીન મુક્ત રાજ્ય બનાવવામાં આવ્યું, ઉજ્જવલા યોજના મારફતે હિમાચલના દરેક ઘરમાં ગેસ સિલેન્ડર પહોંચાડવામાં આવ્યો છે. અમારી જીતનો આધાર અમારા કાર્યકર્તા છે અને ભાજપાના દરેક કાર્યકર્તા ૫૦ ટકાની લડાઇ લડવા માટે તૈયાર છે. જો હિમાચલની જનતાએ અમને આવનારી લોકસભાની ચૂંટણીઓમાં ચારેય સીટો જીતાડી દીધી તો અમે હિમાચલને વિકાસના શિખરો પર લઇ જઇશું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




