વરાછા ઝોનની નગર પ્રાથમકિ શાળાઓનો વાલીદિન ઉજવાયો

0
22

કાર્યક્રમમાં હજારો વાલીઅોએ હાજરી આપી
સુરત, તા.૩૦
ન.પ્રા.શિ. સમિતિ સુરત આયોજિત વરાછા ઝોનનો વાલીદિન ઉજવણી કાર્યક્રમ ક્રાન્તિમેદાન- સુરત ખાતે યોજાયો હતો. જેમાં નાના નાના ભૂલકાઓ દ્વારા ૬ જેટલી વિવિધતા સભર કૃતિ રજૂ કરવામાં આવેલી. તથા સમગ્ર ઝોનમાંથી ધોરણ ૮મા પ્રથમ આવેલા વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું તથા શાળા ન.૨૭૦ના ઉપશિક્ષિકા શ્રી આશાબેન પટેલ રાજ્ય કક્ષાએ રમતોત્સવમાં સતત ૫ વર્ષથી પ્રથમ નંબર આવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. તથા પ્રાઇવેટ શાળામાંથી સરકારી શાળામાં કુલ ૩૫૪ વિદ્યાર્થી એડમિશન બદલ શાળા નં. ૩૩૪ના સમગ્ર સ્ટાફને સન્માનિત કરવામાં આવ્યો. તથા કુલ ૧૫ જેટલા અધિકારી તથા પદાધિકાશ્રી ઓ ઉપસ્થિત રહયા હતા . ખૂબ જ ઉત્સાહપૂર્વક કાર્યક્રમ યોજાયો અને કાર્યક્રમ નિહાળવા અંદાજિત ૬૫૦૦ જેટલા વાલીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા. અને સમગ્ર કાર્યક્રમ નિહાલ્યા બાદ નાસ્તા વિતરણ કરવામાં આવ્યું . આમ ખૂબ આંનદ ઉત્સાહથી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY