સુરત, તા. ૩૦
સંયુકત અમીરાતની શારજાહ ફલાઈટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલીઝંડી બતાવી આંતરરાષ્ટ્રીય ફલાઈટને ઊડાન કરાવી હતી. સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જા આપ્યો હતો. આ સાથે સુરત મહાનગરપાલિકાના વિવિધ પ્રકલ્પોનું ઉદ્દઘાટન અને ખાતમુહૂર્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ વડા પ્રધાન આવાસ યોજનાના લાભાર્થીઓને ઘરની ચાવી આપી હતી. આજે એરપોર્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનની શરૂઆતમાં કેમ છો, બધા તેમ કહીને જણાવ્યું હતું કે, પોંકની સિઝન ચાલતી હશે ઠંડી શરૂ થઈ નથી કે પોંક આવ્યાં નથી, ઉંધિયું ચાલે છે. આજે બાપુની પૂણ્યતિથિ છે દાંડીમાં નમક સત્યાગ્રહ નિમિત્તે નમક સત્યાગ્રહ પંથકનું ઉદ્દઘાટન થશે. બાપુના નમક સત્યાગ્રહનું સુરત સાથે નાતો છે. સુરતે ગાંધીના મૂલ્યોને હંમેશા સમ્માન આપ્યું છે. મેક ઈન્ડિયાથી સુરતની સ્પીરીટ મજબૂતી મળી રહી છે. સુરતને સ્માર્ટ બનાવવા ડઝનો પ્રોજેક્ટના ઉદ્દઘાટન- ખાતમુર્હૂતો માટે સુરત શહેરના સુરતીભાઈઅોને અભિનંદન પાઠવુ઼ છું. આવનારા દસ વર્ષમાં દુનિયાની ૧૦ ટોપ ટેપ શહેરમાં સૌથી ઝડપથી વિકસિત સુરત શહેર રહેશે. આવનારો સમય સુરતનો છે. આર્થિક ગતિવિધિનું સેન્ટર સુરત બનશે. રોજગારનો અવસર મળશે. મારૂ દાયિત્વ છે કે સુરતને વર્તમાન સાથે ભવિષ્ય માટે તૈયાર કરવાનું છે. સુરતનો આ એરપોર્ટ કે ગુજરાતના ત્રીજા વ્યસ્ત એરપોર્ટ બનશે. ચાર લાખની ક્ષમતાવાળુ એરપોર્ટ ૨૪ લાખની ક્ષમતાવાળુ બની જશે. સરકાર હવાઈ કનેક્ટિવિટીને દેશભરમાં જાડવા માટે ૧૭ એરપોર્ટને અપગ્રેડ કરવામાં આવી રહ્ના છે. ચાર વર્ષમાં ૫૦ એરપોર્ટને વિકસિત કરવામાં આવશે. હવાઈ ચંપલ પહેરવાવાળા પણ હવાઈ સફળ કરી શકે તે મારૂ સ્વપ્ન છે. ઊડાન યોજનાનથી દેશભરના લોકોને લાભ થયો છે. ભવિષ્યમાં સરદાર સરોવરમાં પ્લેન ઉતારવાનું પણ આયોજન છે. પાસપોર્ટ અોફિસ ૮૦ હતી આજે ચાર વર્ષમાં ૪૦૦ ને પાર થઈ ગયો. બડા સોચના હૈ જ્યાં દા કરના હૈ, અચ્છા કરના હૈ તેમ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું. સ્વચ્છ જાહેર રહે, ટ્રાફિક જામ ન રહે. કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બહેતર રહે એ માટે મિશન મોડ ઉપર કામ કરવામાં આવે છે.
વધુમાં નોટબંધી અંગે પક્ષોની આક્ષેપનો જવાબ આપતા જણાવ્યું હતું નોટબંધીથી યુવાનોને લાભ થયો. રિયલ એસ્ટેટમાં કાળા નાણામાંથી કયા સુરતની પ્રજા અજાણ છે. નોટબંધીથી મકાનો સસ્તા થયા અને યુવાનોના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


