આગામી તા.૧૨’મી ડીસેમ્બરે સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણી યોજાશે

0
5

 

સુરત, તા.૧૭
શહેર જિલ્લા વકીલ મંડળની પ્રમુખ, ઉપપ્રમુખ, જનરલ સેક્રેટરી, જાઇન્ટ સેક્રેટરી અને ખજાનચી માટેની ચૂંટણીની તારીખ ૨૧મી ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. ત્રીજીએ મળેલી કારોબારીની મીટિંગમાં લેવાયેલા નિર્ણયની આજે વિધિવત જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી અધિકારી તરીકે એડવોકેટ ધર્મેશ પટેલ અને સહાયક તરીકે ડી.કે. બક્ષીની નિમણૂંક કરાઇ છે. સુરત જિલ્લા વકીલ મંડળના સેક્રેટરી કમલેશ ખૂંટે આજે સત્તાવાર યાદી જાહેર કરી હતી. મતદાન સવારે સાડા નવથી બપોરે સાડા ચાર વાગ્યા સુધી કરી શકાશે. તે જ દિવસે સાંજે પાંચ વાગ્યાથી મતગણતરી શરૂ થઇ જશે અને તેનું રિઝલ્ટ પણ તે જાહેર કરી દેવાશે. જેમણે ૨૦૧૮ની વાર્ષિક સભ્ય ફી અથવા આજીવન ફી ભરી હશે તેમને જ વોટિંગનો અધિકાર મળશે. જેમની ફી બાકી હશે તેમણે ૩૦ મી નવેમ્બર સુધી ભરી દેવાની રહેશે. ૧૦મી અને ૧૧મી ડિસેમ્બર દરમ્યાન સવારે ૧૧થી સાંજે પાંચ વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ મળી રહેશે અને બે દિવસ દરમ્યાન જ ફોર્મ પણ ભરી જવાના રહેશે. ૧૩મીએ બપોરે ત્રણથી પાંચ વાગ્યા દરમ્યાન ફોર્મ ચકાસી જાહેર કરવામા આïવશે. ફોર્મ પરત ખેંચવા માટે ૧૪મીની સાંજે પાંચ વાગ્યા સુધીનો સમય રહેશે. ઉમેદવારોને ૧૫મીએ બપોરે ૧૨ વાગ્યે મતદાર યાદી આપવામાં આવશે. ગત વર્ષે યોજાયેલી ચૂંટણીમાં ભારે ઉત્તેજના જાવા મળી હતી. આ વખતે કેવો માહોલ રહેશે તે જાવાનું રહેશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY