તા.૧૭
૨૦૧૯ની લોકસભાની ચૂંટણી નરેન્દ્ર મોદી સહિત ભાજપ માટે કાંટાની ટક્કર છે. એક તરફ ભાજપ સામે તમામ પક્ષો એક થઈ રહ્યા છે, બીજી તરફ ૨૦૧૪માં નરેન્દ્ર મોદી જે મુદ્દાને લઈ દેશના લોકો સામે ગયા હતા, તે મુદ્દે ખાસ કરી નરેન્દ્ર મોદી કરી કાંઈ શક્્યા નથી, તેમ દેશની બહુમતી પ્રજા માની રહી છે. જા કે સામા પક્ષે ભાજપથી નારાજ મતદારો હજી કોંગ્રેસ તરફી થયા નથી તે ભાજપનું જમા પાસું છે. આ સ્થિતિમાં સમગ્ર દેશમાં ભાજપના ગગડતા ગ્રાફ પછી પણ સત્તામાં યથાવત રહેવા માટે ભાજપ એડીચોટીનું જાર લગાવી રહ્યું છે. ભાજપના નેતાઓ માને છે કે હાલમાં પ્રવાહી દેખાતી સ્થિતિને નરેન્દ્ર મોદી પોતાની તરફ કરી લેશે.
ભાજપની આવી જ સ્થિતિ નરેન્દ્ર મોદી અને અમિત શાહના હોમગ્રાઉન્ડમાં પણ છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન થાય પણ પ્રજા ઉપર પક્કડ રાખી શકે તેવો કોઈ નેતા ભાજપ પાસે ન્હોતો. પહેલા આનંદીબહેન પટેલ અને બાદમાં વિજય રૂપાણીએ સત્તાના સુકાન સંભાળ્યા, ૨૦૧૭ની ચૂંટણીમાં ગુજરાત ભાજપ સત્તા જાળી રાખવામાં સફળ તો રહ્યું પણ તે સફળતાની ઉજવણી થઈ શકે તેવી સ્થિતિ ના રહી, ૨૦૧૭ના ચૂંટણી પરિણામની અસર ૨૦૧૯ લોકસભા ઉપર થવાની છે તે નિશ્વીત છે. આમ છતાં ગુજરાતમાં ભાજપની લોકસભા બેઠકોમાં ઘટાડો થાય તે નરેન્દ્ર મોદી અને અમિત શાહને પાલવે તેમ નથી. ગુજરાત મોડલમાં જ ગાબડુ પડે તો કેન્દ્રમાં રહેલા મોદી અને શાહના વિરોધીઓ તેમની ઉપર હાવી થઈ જાય તેમ છે.
૨૦૧૪ની ચૂંટણી જીત્યા પછી નરેન્દ્ર મોદીએ પોતાનું ધ્યાન પોતાના મત વિસ્તાર વારાણસીમાં કેન્દ્રીત કર્યું, વારાણસીની શકલ બદલાવા માટે તેમણે ઘણા વિકાસ કામો ત્યાં કર્યા, જેના ભાગ રૂપે વારાણસીનાં ઘણા મંદિર તોડી પાડવામાં આવ્યા છે. આવું જ નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં પણ કર્યું હતું. જા કે ગુજરાત અને ઉત્તર પ્રદેશના મતદારોની માનસીકતા જુદી છે. ગાંધીનગરના મતદારો રસ્તામાં ઉપર રહેલા મંદિરો તોડી પાડવામાં આવ્યા ત્યારે કંઈ બોલ્યા નહીં, પરંતુ વારાણસીના મતદારો આ મામલે વધુ પડતા સંવેદનશીલ છે. તેઓ પોતાના મંદિર તોડી પાડવાની ઘટનાને કારણે ખાસ્સા નારાજ છે. ભાજપના વારાણસીના નેતાઓ માને છે કે આ મામલો નરેન્દ્ર મોદીની મુશ્કેલી વધારી શકે છે. તેના કારણે નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ચૂંટણી લડવાનો વિચાર પડતો મુકવો જાઈએ.
આમ પણ ૨૦૦૧થી નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા ત્યાર બાદ ૨૦૧૪ સુધી તેઓ જેટલી વિધાનસભાની ચૂંટણી લડ્યા તેમાં તેમણે પણ મત વિસ્તાર બદલયા છે. હવે તેઓ બીજી વખત લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. આમ તો નરેન્દ્ર મોદીનું મન ભાજપના રાષ્ટ્રીય નેતા પણ કળી શકતા નથી, છતાં તેઓ માને છે કે નરેન્દ્ર મોદી વારાણસી બેઠક છોડી અન્ય બેઠક ઉપરથી ચૂંટણી લડશે. તેઓ એક સંભાવના એવી પણ જાઈ રહ્યા છે કે, નરેન્દ્ર મોદી દેશની બે બેઠકો ઉપર ચૂંટણી લડશે. જે પૈકી એક બેઠક ગુજરાતમાંથી હશે, ગુજરાતમાંથી ચૂંટણી લડવાનું કારણ જા મોદી ગુજરાતમાંથી ચૂંટણી લડે તો ગુજરાતનો માહોલ બદલાઈ શકે તેમ છે. સંભવત્ તેઓ ગાંધીનગર બેઠક ઉપર પોતાની પસંદગી ઉતારશે આ બેઠક પર હાલમાં લાલકુષ્ણ અડવાણી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


