પાંડેસરામાં નિંદ્રાધીન પત્ની પર પતિનો ચપ્પુથી જીવલેણ હુમલો

0
9

ચારિત્ર પર શંકા રાખી પતિએ પત્નીનું ગળુ કાપી નાંખ્યું
સુરત, તા.૨૦

પાંડેસરામાં પતિએ જ નિંદ્રાધિન પત્નીનું ચપ્પુથી ગળું કાપી હત્યાનો પ્રયાસ કરતા પરિવારમાં દોડધામ મચી ગઇ હતી. ગઈકાલે મધરાત્રે બનેલી આ ઘટના બાદ ટીના પટેલને તાત્કાલિક ૧૦૮ની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ચારિત્ર્ય પર શંકા કરતા પતિએ આઠ દિવસ પહેલા પણ ટીનાના પેટમાં ચપ્પુ મારીને મારી નાખવાની કોશિષ કરી હતી. જોકે ટીના પર વારંવાર થતા પતિના હુમલા બાદ પોલીસે ભાગી ગયેલા અરવિંદ પટેલની શોધખોળ હાથ ધરી છે.
પીડિત ટીનાના પરિવારજનોએ જણાવ્યું હતું કે, હુમલાખોર પતિ ડાઈંગ મિલમાં નોકરી કરે છે અને સાત વર્ષનો લગ્ન ગાળો છે. સંતાનમાં એક ૪ વર્ષની દીકરી અને એક ૨ વર્ષની દીકરી છે. ટીનાના ચારિત્ર્ય પર વહેમ કરતા અરવિંદે આઠ દિવસ પહેલા પણ ટીનાના પેટમાં ચપ્પુ મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યારે કપડાને લઈ ચપ્પુ વળી ગયું હતું. ત્યારબાદ મંગળવારની રાત્રે નશામાં ચૂર બની અરવિંદે બાળકો સાથે સુતેલી પત્નીના ગળા પર ઉપરા ઉપરી ચપ્પુના અનેક વાર કરી મારી નાખવાનો પ્રયાસ કરી ભાગી ગયો હતો.ટીનાની બુમાબુમ બાદ માતા અને બાળકો જાગી જતા ટીનાને હોસ્પિટલ લઈ જવાઈ હતી. હાલ ટીનાનો પતિ અરવિંદ પોલીસ પકડથી દૂર છે.
હિરેન (ETM, ૧૦૮) એ જણાવ્યું હતું કે, કોલ લગભગ મધરાત્રીના એક વાગ્યાનો હતો. પાંડેસરાના આશાપુરી સોસાયટીમાં પતિએ પત્નીનું ગળું કાપી નાખ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ બાદ તાત્કાલિક તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઘરમાં એક મહિલા જમીન પર લોહી નીકળતી હાલતમાં પડી હતી. ઇમર્જન્સી સારવાર સાથે મહિલાને તાત્કાલિક ૧૦૮માં સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં ડોકટરોએ ઓપરેશન કરી અનેક ટાંકા લઈ મહિલાનો જીવ બચાવી લીધો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY