સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપમાં શીતલ કુલકર્ણીને સિલ્વર મેડલ

0
2

ઉધનાની ન્યુ મોડલ સ્કૂલના રમતવીરોનો સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ
સુરત, તા.૪
ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપ અને નેશનલ સિલેક્ïશનનું આયોજન આણંદ ખાતે કરાટે ડા÷ ફેડરેશન ઓફ ગુજરાત દ્વારા યોજવામાં આવ્યું હતું. જેમાં ઉધનાની ન્યુ મોડલ સ્કૂલની વિદ્યાર્થિનીઓ દ્વારા ઉત્કૃષ્ટ દેખાવ કરવામાં આવ્યો હતો. જેમાં ૫ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૩ બ્રોન્ઝ એમ કુલ ૧૧ મેડલ પ્રાપ્ત થયા હતા અને એમાંથી ૬ વિદ્યાર્થિનીઓ નેશનલ રમવા માટે સિલેક્ટ થયા. જેઓ આગામી એિ­લમાં દિલ્હી ખાતે રમશે. જેમાં મન્સુરી મહેકને ૨ ગોલ્ડ મેડલ, સોનવણે રીયાને ૧ ગોલ્ડ, ૧ સિલ્વર, મોહંમદ બસીતાને ૧ ગોલ્ડ ૧ સિલ્વર, રાજપુત રવિનાને ગોલ્ડ મેડલ, શીતલ કુલકર્ણીને ૧ સિલ્વર મેડલ, કેશવી જરીવાલાને ૨ સિલ્વર મેડલ, યશ્વી જાધવને ૧ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયું હતું. આ વિદ્યાર્થિનીઓને તેમના કોચ કૃણાલ સુરતી દ્વારા કોચિંગ આપવામાં આવી હતી. તેમજ ન્યુ મોડલ સ્કૂલની આ સિદ્ધિને સ્કૂલના પ્રિન્સીપાલ અને સર્વ સ્ટાફ દ્વારા બિરદાવવામાં આવી હતી. તેમજ મેડલ પ્રાપ્ત કરવા બદલ વર્લ્ડ ટ્રેડીશનલ, શોટકોન કરાટે ફેડરેશન ગુજરાતના પ્રમુખ સિહાન જીતેન્દ્ર સુરતીએ વિદ્યાર્થી તથા કોચ કૃણાલ સુરતીને શુભેચ્છા પાઠવી તેમજ રાષ્ટ્ર કક્ષાએ મેડલ પ્રાપ્ત કરે તેમ શુભેચ્છા પાઠવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY