બજેટ પર આજે અને કાલે પણ ચર્ચા વિચારણા ઃ કમિશનરે રજૂ કરેલા બજેટમાં શાસકો વધારો-ઘટાડો કરશે
સુરત, તા. ૦૪
મનપા કમિશનર દ્વારા શાસકો સમક્ષ રજૂ કરેલ આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટેના અંદાજીત ૫૫૯૯ કરોડના તેમજ શિક્ષણ સમિતિના ૪૯૫ કરોડના બજેટ ઉપર આજથી સ્થાયી સમિતિમાં ચર્ચા-વિચારણા શરૂ થઇ છે.
મનપા કમિશનરે એમ. થેન્નારાસન દ્વારા આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માટે ૫૫૯૯ કરોડનું કરદરમાં કોઈપણ પ્રકારના વધારા વગરનું અંદાજીત બજેટ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ૪૯૫ કરોડનું બજેટ શાસકો સમક્ષ મંજૂરી માટે રજૂ કર્યુ હતું. કમિશનર દ્વારા રજૂ કરાયેલ બજેટમાં શહેર ભાજપ સંગઠન, પદાધિકારીઅો, સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો પાસેથી જરૂરી સુધારા-વધારા મેળવીને આજની સ્થાયી સમિતિïમાં બજેટ અંગેની ચર્ચા શરૂ થઈ છે. સ્થાયી સમિતિ અધ્યક્ષ અનિલ ગોપલાણી દ્વારા આજે સવારથી પાલિકા અને સમિતિના બજેટ પર ચર્ચા શરૂ કરી છે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને શાસકો વધારાના લોકોપયોગી પ્રોજેક્ટો મૂકે તેવી શક્યતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




