કબૂતર ચોરીની શંકામાં કિશોરની હત્યા કરનાર છોકરાની પોલીસ અટક

0
10

ડીંડોલીમાંથી કિશોરનું અપહરણ કરી હત્યા કરાઈ હતી
સુરત, તા. ૦૪
નવાગામ ડીંડોલી રામનગરના કિશોર રાજના અપહરણ કરી એક રૂમથી લઈ જઈ ઘાતકી હત્યા કર્યાની બનેલી ઘટનામાં એક કિશોરની ડીંડોલી પોલીસે અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.
ડીંડોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નવાગામ ડીંડોલી રામનગરમાં રહેતા છાયાબેન સુરજ શંકર મોરેનોï દીકરો રાજન (ઉ.વ. ૧૩)ïનાનું અપહરણ થયાંની જાણ ડીંડોલી પોલીસને કરાઈ હતી પોલીસે તપાસ હાથ ધરતા રાજનની હત્યા કરાયેલી લાશ – ભેસ્તાન સ્વપ્ïનસૃષ્ટિ સોસાયટીની પાછળ એક રૂમમાંથી મળીï આવી હતી. ડીંડોલી પોલીસે છાયાબેનની ફરિયાદ નોîધી હત્યાનો ગુનો દાખલ કરી પરિવારે આપેલા શકમંદ કિશોરોની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે ડીંડોલીમાં રહેતો ૧૬ વર્ષિય કિશોરની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. દરમિયાન પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કબૂતïર ચોરીનો વહેમ રાખી આરોપી કિશોર મૃતક રાજનનું અપહરણ કરી જઈ હત્યા કરી હતી. ડીંડોલી પોલીસે આરોપી કિશોરની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY