લગ્ન પ્રસંગના ડાયરામાં કિર્તિદાન ગઢવી અને વરરાજા પર રૂપિયાનો વરસાદ

0
20

સુરત,તા.૮
કિર્તિદાન ગઢવીના ભજનના કાર્યક્રમમાં રૂપિયાની ઘોર ન થાય તો જ નવાઈ લાગે. મંદિરોનો લાભાર્થે યોજાતા ડાયરો હવે લગ્નપ્રસંગમાં પણ થઈ રહ્યો છે. નવસારીમાં યોજાયેલા લગ્ન પ્રસંગની સંગીત સંધ્યામાં ભજનીક કિર્તિદાન અને તેની બાજુમાં વરરાજાને બેસાડીને સંબંધીઓએ રૂપિયોનો વરસાદ કર્યો હતો.ભજન દરમિયાન એકઠા થયેલા રૂપિયા ગૌ સેવા માટે આપવાનું નક્કી કરાયું હતું.
નવસારીમાં વેપાર ધંધા સાથે સંકળાયેલા કાના ભરવાડના પુત્ર શ્યામના લગ્ન પ્રસંગની સંગીત સંધ્યામાં કિર્તિદાન ગીતો ગાય હતાં. આ દરમિયાન ૧૦, ૨૦ અને ૧૦૦ રૂપિયા સુધીની નોટો સંબંધીઓ સહિતના લોકોએ ઉડાવી હતી. ડાયરમાં અંદાજે પાંચ લાખ રૂપિયા એકત્ર થયાં હતાં. આ તમામ રકમ ગાયોની રક્ષા પાછળ દાન કરવામાં આવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY