સુરતમાં બારડોલી-૨૦૧૯ હાફ મેરેથોન દોડ યોજાઇ

0
19

અમિષા પટેલ,ચંકી પાન્ડે,આર્મી ટ્રેનર સિફુજી હાજર રહ્યા
સુરત,તા.૧૭
સુરત જિલ્લા પોલીસ દ્વારા બારડોલી ૨૦૧૯ હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રવિવારે વહેલી સવારે અભિનેત્રી અમિષા પટેલ, એક્ટર ચંકી પાન્ડે તેમજ આર્મી ટ્રેનર સિફુજી ભારદ્વારજે મેરેથોનને લીલીઝંડી આપી હતી.
મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લા પોલીસ દ્વારા ૫,૧૦,૨૧ કિમી દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ હાફ મેરેથોડ દોડનું વિવિધ જગ્યાઓથી આવેલા બે હજારથી વધુ દોડવીરોએ લાભ લીધો હતો.
જિલ્લામાં વધતા જતાં અકસ્માતો અને ટ્રાફિક અંગે જાગૃતિ માટે બારડોલી હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે મેરેથોન દોડને બારડોલી ઐતિહાસિક સ્વરાજ આશ્રમથી પ્રસ્થાન કાવવામાં આવ્યું હતું.
દોડમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં દોડવીરો આશ્રમ ખાતે વહેલી સવારથી જ આવી પહોંચ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY