રાજ કવિ શંકરદાનજી દેથાની પ્રતિમાની સ્થાપના લીંબડી ખાતે કરવામાં આવી

0
312

ગુજરાત ના સાહિત્ય કારો માં જેનું નામ છે એ શંકરદાન જેઠીદાન દેથા જેને કવિ તરીકે નું નામ ગુંજતું કરીયું છે. જેઓનો નું મુળ વતન સુરેન્દ્રનગર જીલ્લા ના વસ્તડી ગામ હતું. અને લખપતની પાઠ શાળા ભજન ના 15 વર્ષના પ્રતિમા શાળી વિધાર્થી ને એટલે કે લીંબડી ઠાકોર સાહેબે આજથી 110 વર્ષ પહેલાં તેઓની કવિરાજ પદે બિરાજમાન કરાઈ હતી.

ગુજરાત સાહિત્યમાં ડીંગળા પિંગળ કાવ્ય શાસ્ત્ર ના ઉપાસક, શનશોધક કવિ અઢારે આલમ ની વંદના કરી હતી. તેમજ પોતે ખુદ શિવ ઉમા પાર્વતી માતા ના ઉપાસક હતા તથા તેમને સત્યના વિચારો ને લોકો સુધી કવિ થી પહોંચડિયા હતા.

અને પ્રતિમા નું અનાવરણ વિધિ લીંબડી ના મુખ્ય રોડના ચોક પર કરવામાં આવેલ અને હવે થી તે ચોક નું નામ રાજકવી ચોક થી ઓળખાશે.

અને કવિરાજ શ્રી નું અનાવરણ વિધિમાં રાજસ્થાન સ્ટેટ ના યુવરાજ ઠાકોર સાહેબ, લીંબડી સ્ટેટ લાલજીબાપુ, લીંબડી યુવરાજ જયદીપસિંહબાપુ, લીંબડી તાલુકા ના માજી. ધારાસભ્ય કિરીટસિંહ રાણા, સુરેન્દ્રનગર જિલ્લાના રાજપૂત સમાજ પ્રમુખ રૂદ્રદત્તસિંહ ઝાલા, સાહિત્યકાર યોગેશ ગઢવી, લીંબડી માગુંજી શાખા ના ગણપતસિંહ રાણા, ભડવાણા ના હર્ષદસિંહ રાણા, જગદીશભાઈ મકવાણા, ગુજરાત હાથશાળ વિકાસ નિગમ ના ચેરમેન શંકરભાઇ દલવાડી, લીંબડી નગરપાલિકા પ્રમુખ ધીરૂ ભાઈ ખાંદલા, ગુજરાત રાજપૂત વિધા સભા ના પ્રમુખ અશ્વિનસિંહ સરવૈયા, બનેડિયા સ્ટેટ જગજીતસિંહ ચૌહાણ, બોરીવલ્લી ના માજી. ધારાસભ્ય હેમેન્દ્રભાઈ મહેતા, તથા આઈ શ્રી દેવલ મા તેમજ રાજપૂત સમાજ તેમજ અલગ અલગ જગ્યાએ થી આવેલ સાહિત્ય કરો, કવિઓ અને ચારણ સમાજ ના ભાઈ – બહેનો મોટી સાંખીયા માં ઉપસ્થિત રહિયા હતા.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY