સુરેન્દ્રનગર,તા.૧૩
સુરેન્દ્રનગરની લીંબડી જેલમાંથી કાચા કામના ચાર કેદીઓ ભાગી જતાં જેલ પ્રશાસન દોડતું થઈ છે અને કેદીઓ ભાગી જવાને કારણે જેલ પ્રશાસનની ભારે ફજેતી થઈ રહી છે. તો ચારેય આરોપીઓને પકડી પાડવા માટે જિલ્લાભરમાં નાકાબંધી કરી દેવામાં આવી છે. તો કેદીઓ કેવી રીતે ફરાર થયા તે અંગે પણ લીંબડી જેલમાં તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલી સબ જેલમાંથી કાચા કામના ચાર કેદીઓ દીવાલ કૂદીને ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ જેલ પોલીસમાં દોડધામ મચી હતી. સ્થાનિક પોલીસે કેદીઓને પકડી પાડવા માટે જિલ્લાભરમાં નાકાબંધી કરી દીધી છે. તો આજુબાજુના જિલ્લાઓમાં પ્રવેશતા માર્ગો પર પહેરો વધારી દીધો છે અને સઘન ચેકિંગ હાથ ધરી છે.
આ સબજેલની ભીંતો પર લગાડેલા તાર પણ ઉપરની બાજુથી થોડા કપાયેલા દેખાય છે. જોકે, તપાસ અને સીસીટવીનાં ફૂટેજ જોઇને જાણ થશે કે આ કેદીઓ કઇ રીતે ફરાર થઇ ગયા. અમદાવાદ અને રાજકોટ તરફ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે સવારે કેદીઓ જેલમાંથી નાસી છૂટતા પકડવા માટે ઠેરઠેર નાકાબંધી કરી છે. ત્યારે અમદાવાદ અને રાજકોટ તરફ જતા નેશનલ હાઈવે પર પણ કેદીઓને પકડી પાડવા માટે પહેરો ગોઠવી દીધો છે. કેદીઓ સૌરાષ્ટ્ર કે અમદાવાદ તરફ પણ જવાની શક્યતાઓ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



