સર્જિકલ સ્ટ્રાઈકનો વડાપ્રધાનનો નિર્ણય સાહસિક હતો : પૂર્વ જનરલ દલબીરસિંહ

0
2

પાક.આતંકીઓને ટ્રેનિંગ આપવાનું અને ભારત મોકલવાનું બંધ કરી દે : સિતારમન
ન્યુ દિલ્હી,તા.૨૯
સર્જિકલ સ્ટ્રાઇક સમયે સેના પ્રમુખ રહેલા પૂર્વ જનરલ દલબીરસિંહ સુહાગે આજે કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઇક વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલો એક સાહસિક નિર્ણય હતો. પૂર્વ સેના પ્રમુખે કહ્યું, મેં ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ વડાપ્રધાનને બ્રીફ કર્યા અને તેમની સામે ઉપલબ્ધ વિકલ્પોને રાખ્યા. યોગ્ય વિચાર-વિમર્શ પછી વડાપ્રધાને તે વિકલ્પને મંજુરી આપી જેની અમે ભલામણ કરી હતી.
તેમણે કહ્યું, અમે તે વિકલ્પ પર સફળતાપૂર્વક કામ કર્યું અને દેશનું માથું ગર્વથી ઊંચુ કર્યું. આ વડાપ્રધાન દ્વારા લેવામાં આવેલો એક સાહસિક નિર્ણય હતો. અમે પાકિસ્તાનને સખ્ત મેસેજ આપવા માંગતા હતા કે અમે પણ એલઓસી પાર કરી શકીએ છીએ. આ એક કઠોર અને ખુબ પડકારવાળો વિકલ્પ હતો, પરંતુ અમે એક મેસેજ મોકલવા માટે આ વિકલ્પનો ઉપયોગ કર્યો કે અમે આવું કરી શકીએ છીએ.
રક્ષામંત્રી નિર્મલા સીતારામને કહ્યું- અમે એવી કાર્યવાહીમાં વિશ્વાસ રાખીએ છીએ, જેથી પાકિસ્તાન આતંકીઓને ટ્રેનિંગ આપવાનું અને ભારત મોકલવાનું બંધ કરી દે. બોર્ડર પર અમે આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખીશું. ભલે તેમને (પાકિસ્તાનને) તેમાંથી બોધપાઠ મળે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY