અ.મ્યુનિ. સ્વિમિંગપૂલનાં દરમાં વધારા અને ખાનગીકરણ સામે લોકોમાં આક્રોશ

0
9

અમદાવાદ,તા.૨૦
એએમટીએસને ખાનગીકરણ તરફ લઇ જઇને મ્યુનિસિપલ શાસકોએ સમગ્ર સંસ્થાને વધુ ને વધુ દેવાળિયા કરી છે. એક અંદાજ મુજબ પ્રાઇવેટ ઓપરેટરોનાં રવાડે ચડીને પેસેન્જરને તો કોઇ લાભ થયો નથી, પરંતુ મ્યુનિસિપલ તિજારીને દરરોજ રૂ. એક કરોડની જંગી ખોટ જઇ રહી છે. તેમ છતાં મ્યુનિ. સ્વિમિંગપૂલમાં ખાનગીકરણનો રસ્તો સત્તાધીશોએ પસંદ કર્યો છે.
આ સ્વિમિંગપૂલનાં સંચાલનમાં ખોટ થતી હોઇ સત્તાવાળાઓએ તેના દરમાં સો ગણો વધારો કર્યો હોઇ હવે તો ખોટનું કારણ રહેતું નથી. તેમ છતાં પાછલા બારણેથી મળતિયા કોન્ટ્રાકટરોને આર્થિક બખ્ખા કરાવવા માટે ખાનગીકરણ થઇ રહ્યું હોઇ લોકોમાં સ્વયંભૂ ભારે રોષ ફાટી નીકળ્યો છે. આજે સવારથી વિવિધ સ્વિમિંગપૂલ ખાતે મોટી સંખ્યામાં સભ્યો બેનર લઇને વિરોધ દર્શાવી રહ્યાં છે.
શહેરમાં મ્યુનિસિપલ સંચાલિત ૧૪ સ્વિમિંગપૂલ અને ભવિષ્યમાં બનનારાં સ્વિમિંગપૂલના ખાનગીકરણની તંત્રની દરખાસ્તને ભાજપના શાસકોએ લીલી ઝંડી આપી દઇને ભારે વિવાદના વમળ ઊભા કર્યા છે. સ્ટેન્ડીંગ કમિટીની બેઠક અગાઉની એજન્ડાની બેઠકમાં સ્વિમિંગપૂલની ફીમાં ઝીંકાયેલો બેફામ વધારાની દરખાસ્ત અને ખાનગીકરણની દરખાસ્તને ખુદ મ્યુનિસિપલ ભાજપનાં ટોચનાં હોદ્દેદારોએ વિરોધના સૂર વ્યક્ત કર્યા હતાં.
મ્યુનિસિપલ શાસકોએ સ્વિમિંગપૂલના સંચાલન પાછળ રૂ.૬.પ૦ કરોડનો ખર્ચ થતો હોઇ તેની સામે આવક રૂ.૩.પ૦ કરોડ દર્શાવીને આ ખોટને સરભર કરવા વાર્ષિક રૂ.૧૮૦૦ની ફીમાં ૧૦૦ ટકા વધારો સૂચવતી તંત્રની રૂ.૩૬૦૦ની સભ્ય ફીની દરખાસ્તને મંજૂરી આપી હતી. જા કે આ મંજૂરીથી આપોઆપ સ્વિમિંગપૂલનાં ખોટનો પ્રશ્ન ઉકેલાઇ જતો હોવા છતાં પણ કેટલાક મળતિયા કોન્ટ્રાકટરોને પાછલાં બારણેથી આર્થિક લાભ અપાવવા ખાનગીકરણની દરખાસ્તને લીલી ઝંડી આપી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY