અમરેલી અર્બન વિસ્તાર મા દવા યુક્ત મચ્છરદાની વિતરણ

0
31

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એચ.એફ. પટેલ,માન.અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એચ.પટેલ., જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ એ.કે.સીંગ,આર.સી.એચ.ઓ. ડૉ.આર.કે.જાટ, ટી.એચ.ઓ. ડૉ.આર.કે.સિન્હા ના માર્ગદર્શન હેઠળ અમરેલી શહેરી વિસ્તાર ના અર્બન હેલ્થ સેન્ટર અમરેલી બહારપરા અને જિલ્લા ક્ષય કેન્દ્ર અમરેલી ખાતે સગર્ભા બેહનો ને મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાથી બચવા દવા યુક્ત મચ્છરદાની નું વિતરણ કરવામાં આવેલ, તથા પોષણ માસ અન્વયે તમામ સગર્ભા બેહનોને પોષણ અંગે સમજૂતી આપી માહિતગાર કરવામાં આવેલ, જેમાં અમરેલી બહારપરા વિસ્તાર મા માન. સાંસદ સભ્ય  નારણભાઈ કાછડીયા સા.શ્રી ના વરદ હસ્તે અને જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે માન.જિલ્લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલા સા. ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી સગર્ભા બહેનોને દવાયુક્ત મચ્છરદાની નું વિતરણ કરવામાં આવ્યું. યુ.એચ.ઓ.ડૉ.એ.આર.દેવમુરારી તથા જિલ્લા RBSK નોડલ ડૉ.તુષાર કથીરિયા અને ડૉ સુનેહરાબેન કુરેશી તથા Rbsk મે.ઓ ડૉ ક્રિષ્નાબેન ખુંટ અને આર.બી.એસ.કે તથા અર્બન હેલ્થ સેન્ટર અમરેલી ના સમગ્ર સ્ટાફ દ્વારા આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવેલ.

મકવાણા નરેન્દ્ર મહુવા
૯૯૦૯૦૬૭૪૫૮

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY