રવિવારે માલસામોટ ખાતે 70 જેવા ગામના લોકોની મિટિંગનું આયોજન જેમાં સ્વતંત્ર ગ્રામ પંચાયત મેળવવા ચર્ચા કરાશે.
રાજપીપળા : નર્મદા જિલાના ગામડાઓને સ્વતંત્ર ગ્રામ પંચાયત મળે એ માટે આદિવાસી મૂલ નિવાસી સંગઠન (આમું)ના હોદ્દેદારો અને લગભગ 70 જેટલા ગામના લોકો દ્વારા તારીખ 8-9-19 ને રવિવારે ડેડીયાપાડા તાલુકાના માલસામોટ ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખુબ મોટી સંખ્યામાં આદિવાસી લોકો હાજર રહશે તેવો આશાવાદ આમું સંઘટનના પ્રમુખ મહેશભાઈ એસ વસાવા એ વ્યક્ત કર્યો હતો.
આમુ છેલ્લા 6 મહિનાથી સ્વતંત્ર ગ્રામ પંચાયત માટે લડત કરે છે ત્યારે તેનો મુખ્ય ઉદેશ દરેક ગામને સ્વતંત્ર ગ્રામ પંચાયત મળે એ હોય માટે તે બાબતના મુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખી રવિવારની મિટિંગમાં ચર્ચા થવાની હોય ત્યારે આગામી દિવસોમાં આ માટે ઉગ્ર આંદોલન કરાય તેવા એંધાણ પણ વર્તાઇ રહ્યા છે .
★: આ બાબતે નર્મદા જિલ્લા આમુ સંગઠનના પ્રમુખ મહેશ એસ વસાવા એ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે નર્મદા જિલ્લામાં સૌથી વધુ 37 ગ્રુપ ગ્રામ પંચાયતો ડેડીયાપાડામાં છે જેનાથી આદિવાસી સમાજના ગામડા ઓનો વિકાસ રૂંધાયો છે ત્યારે ભારતના બંધારણમાં કે પંચાયત ધારામાં ક્યાંયે ગ્રુપ ગ્રામ પંચાયતની જોગવાઈ કરી નથી છતાં વિવિધ ગામોને ગ્રુપ ગ્રા.પં.માં સમાવેશ કરી ગરીબો સાથે અન્યાય થઈ રહ્યો છે અને એ માટે અમારું સંઘટન આ લડત ચાલવી રહ્યું છે ત્યારે જો અમને સ્વતંત્ર ગ્રામ પંચાયતો નહીં મળે તો આગામી દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરતા પણ ખચકાઈશું નહીં.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




