ન્યુ દિલ્હી,તા.૨૦
દિલ્હીની કોર્ટે શનિવારે ટેરીના પૂર્વ વડા આર કે પચૌરી સામે જાતિય શોષણના કેસમાં આરોપો ઘડ્યા હતા. પચૌરીના પૂર્વ સહકર્મી દ્વારા જાતિય શોષણની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ ચારુ ગુપ્તાએ પચૌરી સામે આઈપીસીની કલમ ૩૫૪ (મહિલા સાથે છેડતી), ૩૫૪છ (શારીરિક સંબંધ, અનિચ્છનીય તેમજ બિભત્સ ટિપ્પણી) તેમજ ૫૦૯ (સતામણી અને અભદ્ર ઈશારા) હેઠળ આરોપો ઘડ્યા છે.
પચૌરી કોર્ટમાં હાજર રહ્યા હતા અને તેણે આ કેસમાં દોષિ નહીં હોવાની દલીલ કરી હતી તેમજ ટ્રાયલને પડકારી હતી. પીડિતા વતી હાજર રહેલા વકીલ આશિષ દીક્ષીતે કોર્ટને આ કેસમાં ઝડપી ટ્રાયલ ચલાવવા અરજ કરી હતી જેને પગલે કોર્ટે હવે પછીની સુનાવણી ૪ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ યોજવા જણાવ્યું હતું.
નોંધનીય છે કે ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૫ના પચૌરી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને ૨૧ માર્ચ ૨૦૧૫ના તેને જામીન પર મુક્ત કરાયા હતા. આ કેસમાં માર્ચ ૨૦૧૬માં દિલ્હી પોલીસે ૧૪૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી અને પચૌરી વિરુદ્ધ પરુતા પુરાવા હોવાનું જણાવ્યું હતું. એક વર્ષ બાદ માર્ચ ૨૦૧૭ના પોલીસે પુરક ચાર્જશીટ રજૂ કરી હતી અને તેમાં ફરિયાદી સાથે પચૌરીએ કરેલા ઈ-મેલ તેમજ ચેટના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ડીલીટ કરાયેલા વ્હોટ્સએપ, ટેક્સ્ટ મેસેજ પણ ફોન તેમજ હાર્ડડિસ્કમાંથી મેળવાયા હતા જે બનાવટી ન હોવાનું અંતિમ રિપોર્ટમાં જણાવાયું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



