અમદાવાદ,તા.૨૪
કહેવાય છે કે ડોક્ટર ભગવાનનુ બીજુ સ્વરુપ છે પરંતુ ડોક્ટર પોતાની ફરજ પ્રત્યે બેદરકાર થાય અને પોતાના સ્વાર્થ માટે અમાનવીય કૃત્ય આચરે ત્યારે આ ડોક્ટર શેતાનથી પણ વધુ ખરાબ ગણાઇ જાય છે. ધ્રાંગધ્રા શહેરના ખાનગી હોસ્પીટલ ડો. ખેડાવાલામાં બનેલા કંઇક આવા જ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ છે. જેમાં ખુદ તબીબે જ એક નવજાત શિશુને મૃત ગણાવી કોથળીમાં પૂરી હોÂસ્પટલના ટોયલેટમાં લટકાવી દીધું હતું. જા કે, બાદમાં બાળકનો રડવાનો અવાજ સંભળાતાં કોઇ અન્ય દર્દીએ ભાંડો ફોડયો અને અંતે બાળક તેના માતા-પિતાને મળ્યું હતું. આ બનાવને પગલે હવે ડો.ખેડાવાલા હોÂસ્પટલના તબીબ અને સ્ટાફની સામે હાલ તો પોલીસ તપાસ કરી રહી છે પરંતુ લોકોમાં માંગણી ઉઠી રહી છે કે, આટલી ગંભીર બેદરકારી દાખવનાર હોÂસ્પટલ અને તબીબની આકરી તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવી શકે, તેથી પોલીસે તટસ્થ અને ન્યાયી તપાસ કરવી જાઇએ. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, તાજેતરમાં ધ્રાંગધ્રા તાલુકાના રામગઢ ગામે કાંતિલાલ પટેલને ત્યા ખેતરમાં મજુરી કામ કરવા આવેલા મુળ છોટા ઉદેપુરના રાકેશભાઇ રાઠવાની પત્ની પ્રેગ્નેન્ટ હતા. તેઓને સાંજના સમયે પ્રસૃતિની પીડા થતા પતિ સહિતના પરિજનો તાત્કાલિક તેઓને ધ્રાંગધ્રા રોકડીયા હનુમાન સામે આવેલા ડો. ખેડાવાલાની હોસ્પીટલમાં દાખલ કરી તેઓની ડિલવરી કરાવી હત. પરંતુ અહિના બેદરકાર ડો. ખેડાવાલા દ્વારા આ અશિક્ષીત પરિવારને તેઓને ત્યાં મૃત બાળકનો જન્મ થયો હોવાનું જણાવી હજારો રુપિયાનો તોડ કર્યો ત્યારબાદ ડો. ખેડાવાલા દ્વારા મંજુરી આપી મહિલાના પરિવારને હોસ્પીટલમાંથી રજા આપવાનું જણાવી તબીબ દ્વારા પોતાના બદઇરાદા પાર પાડવા મૃત જાહેર કરી જન્મેલા નવજાતશીશુને પોતે જ હોસ્પીટલના બાથરુમમાં કોથળીમા બંધ કરી મુકી રાખ્યું હતું, પરંતુ પોતાની જીંદગીનો શ્વાસ કુદરત પાસેથી લઇને આવેલા હોસ્પીટલના બંધ બાથરુમમાં પુરેલા આ નવજાતશીશુના રડવાનો અવાજ આવતા તે સાંભળી અન્ય દર્દી દ્વારા બાથરુમ ખોલાવી તપાસ કરતા હાલમાં જ તાજા જન્મેલા બાળકને આ રીતે બંધ બાથરુમમાં જોઇ ભારે ચકચાર મચી ગઇ હતી. બાદમાં સમગ્ર ઘટના અંગે ધ્રાંગધ્રા સીટી પોલીસને જાણ કરાતાં પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને તાત્કાલિક આ નવજાત શિશુને અન્ય હોસ્પીટલમાં સારવાર માટે મોકલી આપ્યું હતું. ડો.ખેડાવાલાના આ કરતૂતોની જાણ છેક રામગઢ ગામે આ બાળકને જન્મ આપનાર મહિલાને થતા તેઓનો પરિવાર સુરેન્દ્રનગર હોÂસ્પટલ ખાતે તાત્કાલિક પહોંચ્યો હતો. જયાં તેઓનું તાજું જન્મેલું બાળક તંદુરસ્ત હોવાનું જાણી ખુશખુશાલ થઇ ગયો હતો અને ઇશ્વરનો લાખ લાખ આભાર માન્યો હતો. બીજીબાજુ, સમગ્ર પંથકમાં આ ઘટનાને લઇ પોલીસ દ્વારા ન્યાયિક તપાસની માંગણી ઉઠી છે.
સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


