આટકોટમાં ગઇકાલે ગુમ થયેલી ૫ વર્ષની બાળકીની લાશ પાણીના ટાંકામાંથી મળી

0
34

જસદણ,તા.૮
જસદણના આટકોટ ગામે ગઇકાલે ૪ વાગે ગુમ થયેલી પાંચ વર્ષની બાળકીની લાશ આજે પાણીના ખુલ્લા ટાંકામાંથી મળી આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસે બાળકીની લાશને બહાર કાઢી હતી. પરંતુ બાળકીના પરિવારે પોલીસ કાર્યવાહી કરવાનો ઇન્કાર કરતા પોલીસે બાળકીના પરિવાજનોનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આટકોટના કૈલાશનગરમાં બીએસએનએલ ટાવર પાસેથી પાણીના ખુલ્લા ટાંકામાં એક બાળકીની લાશ પડી હોવાની વાત મળતા આટકોટ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ ખાચર પુનાભાઈ જાડા તથા રઘુભાઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તપાસ કરતાં બાજુમાં ઝુપડપટ્ટીમાં રહેતી રેખા અમુત સલાડ (ઉ.૫)ની લાશ હોવાનું જાણવા મળ્યું હતું. રેખા ગઇકાલે બુધવારે ચાર વાગ્યાથી ગુમ હતી. રેખા પાણીના ખુલ્લા ટાંકામાં પાણી ભરવા ગઇ હતી અને અકસ્માતે પડી ગઇ છે કે અન્ય કારણ જવાબદાર છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પરિવાર ભંગાર વીણવાનું કામ કરી ગુજરાન ચલાવે છે. પરિવારજનોએ પોલીસ કાર્યવાહી કરવાની ના પાડતા પોલીસે લાશનો વીડિયો ઉતારી પરિવારજનોનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY